Pariksha pe charcha News

‘પરીક્ષા પે ચર્ચા‘માં PM મોદીએ વિદ્યાર્થીઓને ટેકનોલોજી વિશે આપી ખાસ સલાહ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ ‘પરીક્ષા પે ચર્ચા 2020’ (PARIKSHA PE CHARCHA 2020) કાર્યક્રમ અંતર્ગત દેશભરના સ્ટુડન્ટ્સ, ટીચર્ચ અને વાલી સાથે વાત કરી. દિલ્હીના તાલકોટરા સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાને સ્ટુડન્ટ્સને પરીક્ષાના તણાવથી દૂર રહેવાનો મંત્ર આપ્યો. વિદ્યાર્થીઓએ પણ પીએમ સાથે સીધો સંવાદ કરીને પરીક્ષા દરમિયાન આવતી સમસ્યાઓ જણાવી હતી. પરીક્ષા પે ચર્ચા (PARIKSHA PE CHARCHA) કાર્યક્રમની ત્રીજી સીરિઝમાં પહેલીવાર દેશના વિવિધ સ્કૂલના દિવ્યાંગ વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા હતા. પરીક્ષા પે ચર્ચા દરમિયાન તાલકટોરા સ્ટેડિયમ (Talkatora Stadium)માં આવેલા વિદ્યાર્થીઓની પસંદગી mygov પ્લેટફોર્મ પર એક નિબંધ સ્પર્ધા અંતર્ગત કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં ધોરણ 9 થી 12ના 2.60 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વડાપ્રધાનને ઓનલાઈન સવાલ મોકલ્યા હતા. 
Jan 20,2020, 14:59 PM IST
આજે પીએમ મોદી દેશના વિદ્યાર્થીઓનો પરીક્ષાનો ડર ઓછો કરશે
પ્રધાનમંત્રી મોદી હંમેશા બાળકોથી લઇને કલાકારો અને ઇનોવેટિવ વ્યક્તિઓને મળતાં રહે છે. પીએમ મોદી પરીક્ષાઓના સમયે બાળકોમાં પરીક્ષાના તણાવ અને ડર ઓછો કરવા દેશભરના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશે. પીએમ મોદી આજે વિદ્યાર્થીઓ સાથે 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ અંતર્ગત વાર્તાલાપ કરશે. દિલ્હીના તાલકટોરા સ્ટેડીયમથી પીએમ મોદી વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. જે આખા દેશભરની શાળાઓમાં દર્શાવવામાં આવશે. દિલ્હીના પીએમ મોદીના કાર્યક્રમમાં ગુજરાતથી પણ 40 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. પીએમ મોદીએ ગત વર્ષે પણ બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીને વાલીઓને પણ માર્ક્સની રેસમાં બાળકને ન હોમવાની સલાહ આપી હતી.
Jan 20,2020, 9:15 AM IST
પરીક્ષા પે ચર્ચા : અને પીએમ મોદી બોલ્યા, યે પબજી વાલા હૈ ક્યા?
Jan 29,2019, 14:55 PM IST

Trending news