Pariksha Pe Charcha: PM મોદીનો 38 લાખ વિદ્યાર્થીઓ સાથે સંવાદ, તણાવથી બચવા આપ્યો આ ગુરુમંત્ર

Pariksha Pe Charcha With Modi: પીએમ મોદીએ આજે 38 લાખ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના માધ્યમથી સંવાદ કર્યો. પીએમ મોદીએ પરીક્ષાને કારણે ઊભા થતા તણાવથી બચવા માટે બાળકોને ગુરુમંત્ર આપ્યો. તેમણે કહ્યું કે પરીક્ષા પે ચર્ચા મારી પણ પરીક્ષા છે અને દેશના કોટિ કોટિ વિદ્યાર્થીઓ મારી પરીક્ષા લઈ રહ્યા છે. મને આ પરીક્ષા આપવામાં આનંદ આવે છે. 

Pariksha Pe Charcha: PM મોદીનો 38 લાખ વિદ્યાર્થીઓ સાથે સંવાદ, તણાવથી બચવા આપ્યો આ ગુરુમંત્ર

Pariksha Pe Charcha With Modi: પીએમ મોદીએ આજે 38 લાખ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના માધ્યમથી સંવાદ કર્યો. પીએમ મોદીએ પરીક્ષાને કારણે ઊભા થતા તણાવથી બચવા માટે બાળકોને ગુરુમંત્ર આપ્યો. તેમણે કહ્યું કે પરીક્ષા પે ચર્ચા મારી પણ પરીક્ષા છે અને દેશના કોટિ કોટિ વિદ્યાર્થીઓ મારી પરીક્ષા લઈ રહ્યા છે. મને આ પરીક્ષા આપવામાં આનંદ આવે છે. પરિવારોને પોતાના બાળકોથી આશા હોય તે સ્વાભાવિક છે. પરંતુ જો આ ફક્ત સામાજિક સ્થિતિ જાળવી રાખવા માટે હોય તો તે ખતરનાક બની જાય છે. 

રાજકારણમાં પણ હોય છે દબાણ
પીએમ મોદીએ કહ્યું કે તમારી જેમ અમારા ઉપર પણ રાજકીય જીવનમાં આવું દબાણ હોય છે. ચૂંટણીમાં ગમે તેટલું સારું પરિણામ આવે, પરંતુ હંમેશા વધુ સારા પરિણામની આશા રખાય છે. ચિંતા ન કરો, બસ તણાવ મુક્ત અને પ્રફુલ્લિત રહીને તમારું સર્વશ્રેષ્ઠ આપવાની કોશિશ કરો. પરંતુ આપણે આ દબાણથી દબાવવું જોઈએ નહીં. આ જ રીતે તમે પણ તમારી એક્ટિવિટી પર ધ્યાન આપશો તો તમે પણ આવા સંકટમાંથી બહાર આવશો. 

લક્ષ્યને ઓળખો
પીએમ મોદીએ કહ્યું કે તમારી અંદર જુઓ અને આત્મનિરિક્ષણ કરો. તમારે તમારી ક્ષમતાઓ, તમારા આકાંક્ષાઓ, તમારા લક્ષ્યોને ઓળખો અને પછી તેને એ અપેક્ષાઓ સાથે જોડવાની કોશિશ કરો જે અન્ય લોકો તમારી પાસેથી રાખે છે. 

ટાઈમ મેનેજમેન્ટ શીખવું જરૂરી
તેમણે કહ્યું કે ફક્ત પરીક્ષા માટે નહીં પરંતુ જીવનમાં પણ આપણે સમયના મેનેજમેન્ટ વિશે જાગૃત રહેવું જોઈએ. કામનો ઢગલો એટલા માટે થાય છે કારણ કે સમયસર તે થતા નથી. કામ કરવાથી ક્યારેય થાક લાગતો નથી,કામ કરવાથી સંતોષ મળે છે. કામ ન કરવાથી થાક લાગે છે કે આટલું કામ બચ્યું છે. 

નકલથી જીવન ન બને
પીએમ મોદીએ કહ્યું કે મહેનતું બાળકોને એ ચિંતા રહે છે કે હું સખત મહેનત કરું છું અને કેટલાય લોકો ચોરી કરીને પોતાનું કામ કરી લે છે. આ જે મૂલ્યોમાં ફેરફાર આવ્યો છે તે સમાજ માટે ખુબ ખતરનાક છે. જીવન હવે બદલાઈ ચૂક્યું છે, દુનિયા બદલાઈ ગઈ છે. દરેક પગલે આજે પરીક્ષા આપવી પડે છે. જીવન નકલથી બનતું નથી. 

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news