‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીએ કર્યો PUBGનો ઉલ્લેખ, જાણો શું હતું કારણ

પીએમ મોદીએ ‘પરીક્ષા પે ચર્તા 2.0’ દરમિયાન બાળકો અને વાલીઓને પરીક્ષાના દબાણથી દૂર રહેવાનો ઉપાય જણાવ્યો હતા. તે દરમિયાન તેમણે દેશ-વિદેશમાં રમાઇ રહેલી એન્ડ્રોઇડ ગેમ PUBGનો પણ ઉલ્લેખ કર્યો હતો.

‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીએ કર્યો PUBGનો ઉલ્લેખ, જાણો શું હતું કારણ

નવી દિલ્હી: પ્રદાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે દિલ્હીની તાલકટોરા સ્ટેડિયમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો. પીએમ મોદીએ ‘પરીક્ષા પે ચર્તા 2.0’ દરમિયાન બાળકો અને વાલીઓને પરીક્ષાના દબાણથી દૂર રહેવાનો ઉપાય જણાવ્યો હતા. તે દરમિયાન તેમણે દેશ-વિદેશમાં રમાઇ રહેલી એન્ડ્રોઇડ ગેમ PUBGનો પણ ઉલ્લેખ કર્યો હતો.

હકિકતમાં એક માતાએ પીએમ મોદીએ જણાવ્યું કે ધોરણ-9માં અભયાસ કરતો તેમનો પુત્ર ઓનલાઇન ગેમની દુનિયામાં ખોવાયેલો રહે છે. તે સમસ્યાનો ઉકેલ લાવા માટે તેઓ શું કરે. આ વાત પર પ્રધાનમંત્રીએ જવાબ આપતા તેમને કહ્યું કે, ‘ શું આ PUBG વાળો છે?’. આ સમસ્યા પણ છે અને સમાધાન પણ છે. અમે ઇચ્છીએ છે કે આપણા બાળકો ટેક્નોલોજીથી દુર જતા રહે, પરંતુ તેનાથી તેઓ એક પ્રકારથી દૂર જવા શરૂ કરી દેશે.’

परीक्षा पे चर्चा LIVE: PM मोदी बोले, 'परीक्षा के गलियारों से बाहर भी दुनिया होती है'

પીએમ મોદીએ કહ્યું કે, ટેક્નોલોજીનો ઉપયોગ આપણા વિસ્તાર માટે, આપણા સામર્થ્યમાં વધારો કરવા માટે હોવું જોઇએ. પીએમ મોદીએ તે દરિયાન કહ્યું કે, ‘દરેક માતા-પિતાએ તેમના બાળકોને પ્રોત્સાહિત કરવા જોઇએ. પરીક્ષાનું મહત્વ તો છે, પરંતુ આ જીવનની પરીક્ષા નથી.’

આ છે PUBG
પ્લેયર્સ ઓનનોન બેટલ ગ્રાઉન્ડ (Player Unknow's Battleground), આ એક એક્શન ગેમ છે, તે PUBGના નામથી વધારે ઓળખ છે. સોશિયલ મીડિયા પર PUBG ગેમને લઇ ઘણો ક્રેઝ છે. PUBG એક મલ્ટી પ્લેયર ઓનલાઇન ગેમ છે. આ એક રોમાંચક અને મારામારી વાળી ગેમ છે. PUBG ગેમના ફિચર્સ ઘણા ઓરિજનલ લાગે છે. જે ખરેખર ગેમમાં હોવાનો અનુભવ કરાવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news