ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
સરકાર દ્વારા જુદા-જુદા પાકોની ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવતી હોય છે. ઘણીવાર ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડના આરોપો થઈ ચૂક્યા છે. હવે ભાજપના એક ધારાસભ્યએ મગફળી ખરીદીમાં કૌભાંડનો આરોપ લગાવ્યો છે.
Trending Photos
જૂનાગઢઃ સૌરાષ્ટ્રમાં મગફળીનું મોટા પાયે ઉત્પાદન થાય છે. અને ખેડૂતો તેનું ટેકાના ભાવે વેચાણ કરતાં આવ્યા છે. ટેકાની ભાવે થતી ખરીદીમાં ઘણીવાર તમે કૌભાંડની વાતો સાંભળી હશે...વિપક્ષ આક્ષેપ કરે...પરંતુ હવે તો ભાજપના જ ધારાસભ્યએ મગફળીની ખરીદીમાં કૌભાંડ થતું હોવાનો આરોપ લગાવ્યો...આ આરોપ બાદ ભાજપના જ એક મોટા નેતાએ આ ધારાસભ્ય સામે માનહાની કરવાની વાત કરી...ત્યારે ભાજપના જ નેતાઓમાં શું ચાલી રહ્યો છે આ ડખો?...જુઓ આ અહેવાલમાં....
ભાજપના જ બે નેતાઓ આમને સામને
સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે. સૌરાષ્ટ્રમાં મોટા પાયે મગફળીનું આ વખતે ઉત્પાદન થયું છે, સારા ભાવ પણ મળી રહ્યા હોવાથી ખેડૂતો ખુશખુશાલ છે. પરંતુ મગફળીની આ જ ખરીદીમાં કૌભાંડ થઈ રહ્યો હોવાનો આરોપ એક ધારાસભ્યએ લગાવતાં હાહાકાર મચી ગયો છે...અને તેમાં પણ ભાજપના જ ધારાસભ્યએ ગુજકોમાસોલના અધિકારીઓ પર મનમાની કરતાં હોવાનો અને કૌભાંડ કરતાં હોવાનો આરોપ લગાવ્યો...જેના કારણે ભારે વિવાદ થયો છે...સૌથી પહેલા તો માણાવદરથી ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ શું આરોપ લગાવ્યો તે સાંભળી લો....
આ એ જ લાડાણી છે જેઓ પહેલા કોંગ્રેસમાં હતા પરંતુ હવે ભાજપમાં આવી ગયા છે અને ભાજપની ટિકિટ પર ધારાસભ્ય પણ બની ગયા છે...લાડાણીએ જૂનાગઢ જિલ્લામાં ગુજકોમાસોલ દ્વારા થતી મગફળીની ખરીદીમાં કૌભાંડનો આરોપ લગાવ્યો છે...અને તપાસની માગણી કરી છે...તો ધારાસભ્યના આ આરોપથી કોંગ્રેસને જાણે બગાસુ ખાતા પતાસુ મળી ગયું...અને લાડાણીના નિવેદન પર કોંગ્રેસે સૂર પુરાવતાં કહ્યું કે, અમે દર વખતે કહીએ છીએ કે મગફળીમાં કૌભાંડ થાય છે.
ભાજપના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતાઓના આક્ષેપ પછી ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી લાલચોળ થઈ ગયા....સંઘાણીએ દાવો કર્યો કે ક્યાંય પણ કોઈ ગેરરીતિ થઈ નથી...હું દરરોજ રિપોર્ટ લઉં છું, ક્યાંય ફરિયાદ નથી...જેમના પર ધારાસભ્યએ ભ્રષ્ટાચારનો આરોપ મુક્યો તેઓ દાવો કરશે....આ ગંભીર આરોપ પર એક કરોડની માનહાનીનો દાવો કરશે. જેમણે આરોપ લગાવ્યો તેમણે આરોપને સાબિત કરવો પડશે.
મગફળી મામલો ભાજપના બે નેતાઓ આમને સામને આવી જતાં મામલાની ચર્ચા સમગ્ર રાજ્યમાં થવા લાગી છે...સંઘાણીએ તો કૌભાંડ સાબિત કરવા ખુલ્લી ચેલેન્જ આપી છે અને માનહાની કરવાની પણ વાત કરી છે. હવે એ જોવાનું રહેશે કે લાડાણી ચેલેન્જને કેટલી સ્વીકારે છે અને તેમણે જે આરોપ લગાવ્યો તે ક્યારેય સાબિત કરી બતાવે છે?...જોવું રહ્યું કે આ મામલામાં આગળ શું થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે