પ્રધાનમંત્રીએ Tweet કરી ‘પરીક્ષા પે ચર્ચા 2022’માં ભાગ લેવા માટે આપ્યું આમંત્રણ

પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા 2022’ અંગે ટ્વીટ કર્યુ છે અને તેની સાથે જ નોંધણી કરાવવાનો અનુરોધ કર્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ચર્ચાથી તેમને પોતાના ઊર્જાવાન યુવાનો સાથે જોડાવા, તેમના પડકારો અને આકાંક્ષાઓને સારી રીતે સમજવાનો અવસર મળે છે.

પ્રધાનમંત્રીએ Tweet કરી ‘પરીક્ષા પે ચર્ચા 2022’માં ભાગ લેવા માટે આપ્યું આમંત્રણ

નવી દિલ્હી: પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા 2022’ અંગે ટ્વીટ કર્યુ છે અને તેની સાથે જ નોંધણી કરાવવાનો અનુરોધ કર્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ચર્ચાથી તેમને પોતાના ઊર્જાવાન યુવાનો સાથે જોડાવા, તેમના પડકારો અને આકાંક્ષાઓને સારી રીતે સમજવાનો અવસર મળે છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યુ છેઃ
“પરીક્ષાઓની સાથે-સાથે ‘પરીક્ષા પે ચર્ચા 2022’ કાર્યક્રમ પણ નજીક આવી રહ્યો છે. આવો, આપણે સૌ તણાવમુક્ત પરીક્ષા પર ચર્ચા કરીએ અને ફરી એકવાર આપણા બહાદુર #ExamWarriors, તેમના વાલીઓ અને શિક્ષકો સાથે સહયોગ કરીએ. હું આપ સૌને આ વર્ષની #PPC2022 માટે નોંધણી કરાવવાનો અનુરોધ કરૂં છું.

— Narendra Modi (@narendramodi) January 15, 2022

વ્યક્તિગત રીતે ‘પરીક્ષા પે ચર્ચા’ શીખવાનો એક શાનદાર અનુભવ છે. મને આપણા ઊર્જાવાન યુવાઓ સાથે જોડાવા, તેમના પડકારો અને આકાંક્ષાઓને સારી રીતે સમજવાની તક મળે છે. આ સાથે જ તેનાથી શિક્ષણની દુનિયાના ઉભરતા પ્રચલનોની ભાળ મેળવવાની પણ તક મળે છે. #PPC2022”

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news