ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત

ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગરમાં પણ તંત્રનું બુલડોઝર ચાલ્યું છે અને ઘણા દબાણો દૂર કરવામાં આવ્યા છે.
 

ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત

મુસ્તાક દલ, જામનગરઃ ગુજરાતમાં ગેરકાયદે દબાણો કરીને સરકારી જમીનો પચાવનારા લોકો માટે હાલ કપરો કાળ ચાલી રહ્યો છે. કારણ કે દાદાનું બુલડોઝર રાજ્યના ખૂણે ખૂણે ફરીને ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરી રહ્યું છે...દ્વારકા તો તમને યાદ જ હશે...દ્વારકાની સાથે જામનગરમાં પણ છેલ્લા ઘણા સમયથી ડિમોલિશન કરાઈ રહ્યું છે...ફરી જામનગરમાં જોરદાર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી...ત્યારે ક્યાં થયું હતું આ ગેરકાયદે બાંધકામ?...કેવી કરાઈ કાર્યવાહી?...જુઓ આ અહેવાલમાં.

ગેરકાયદે બાંધકામો પર કાર્યવાહી
ગુજરાતમાં ગેરકાયદે બાંધકામો કરીને કરોડોની મહામુલી જમીન પર કબજો કરી દેનારા લોકો સામે જોરદાર એક્શન હાલ જોવા મળી રહ્યા છે...છેલ્લા ઘણા સમયથી દાદાનું બુલડોઝર ફુલ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે અને જ્યાં દબાણો દેખાય ત્યાં પહોંચીને તેને જમીનદોસ્ત કરી રહ્યું છે..બેટદ્વારકામાં જોરદાર કાર્યવાહી બાદ જામનગરમાં પણ કાર્યવાહી કરવામાં આવી...નદીના પટમાં ખોટી રીતે કરાયેલા આ દબાણોને કોર્પોરેસને પોલીસની હાજરીમાં તોડી પાડ્યા.

જામનગરના બર્ધનચોક વિસ્તારમાં ઘણા સમયથી આ બાંધકામો થઈ ગયા હતા. નદીના પટમાં થયેલા આ દબાણોથી નદીની પહોળાઈ ઓછી થઈ ગઈ હતી અને તેના કારણે ચોમાસામાં શહેરમાં મોટી તકલીફ પડતી હતી...અનેક ઘર અને ધાર્મિક સ્થાનો ઉભા કરીને ખોટી રીતે જમીન પર કબજો કરાયેલો હતો...જેને દૂર કરવાની લાંબા સમયથી માગ હતી...પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કોર્પોરેશનના અધિકારીઓએ આ તમામ દબાણ પર બુલડોઝર ફેરવીને 17 કરોડની જમીન ખુલ્લી કરાવી.

ક્યાં કરાઈ કાર્યવાહી?
બર્ધનચોક વિસ્તારમાં ઘણા સમયથી બાંધકામો થઈ ગયા હતા
દબાણોથી નદીની પહોળાઈ ઓછી થઈ ગઈ હતી
ચોમાસામાં શહેરમાં મોટી તકલીફ પડતી હતી
ઘર અને ધાર્મિક સ્થાનો ઉભા કરીને જમીન પર કબજો કરાયો હતો
દબાણો દૂર કરવાની લાંબા સમયથી માગ હતી

જામનગર શહેરના સુભાષ બ્રિજ નજીક આવેલી નદીના પટમાં કરાયેલી આ કાર્યવાહીને લોકો વખાણી રહ્યા છે...તો દબાણ હટાવવાની આ કાર્યવાહી હજુ પણ ચાલુ જ રહેવાની છે અને જામનગરમાં હવે પછી ક્યાં કાર્યવાહી કરાશે તેનો જવાબ પણ જિલ્લા પોલીસ વડાએ આપ્યો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news