Insta Real ની વાત કરી પીએમ મોદીએ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને આપ્યો સફળતાનો આ મંત્ર?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચા કરી રહ્યા છે. આ કાર્યક્રમ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવી રહ્યો છે. અહીં પીએમ મોદી વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં પીએમ એક ટીચરની માફક વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યા છે અને તેમના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. 

Insta Real ની વાત કરી પીએમ મોદીએ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને આપ્યો સફળતાનો આ મંત્ર?

Pariksha Pe Charcha 2022 Live:  નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચા કરી રહ્યા છે. આ કાર્યક્રમ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવી રહ્યો છે. અહીં પીએમ મોદી વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં પીએમ એક ટીચરની માફક વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યા છે અને તેમના પ્રશ્નોના જવાબ પણ આપી રહ્યા છે. 

Live Update:

'મોટિવેશનને કોઇ ઇંજેક્શન નહી'
વિદ્યાર્થીને પીએમ મોદીએ કહ્યું 'મોટિવેશનનું ઇજેંક્શન હોતું નથી.' જીવનનો બોધપાઠ આપતાં પીએમએ કહ્યું કે પોતાને ઓળખો. ધ્યાન રાખો કે કઇ વાતોની નિરાશા આવે છે? કઇ વાતોથી પ્રેરણા મળે છે? સહાનુભૂતિ લેવાનું ટાળો. તેનાથી નબળાઇ આવશે. તમારી આસપાસની વસ્તુઓ પર ધ્યાન આપો અને શીખવાનો પ્રયત્ન કરો. 2 વર્ષના બાળકમાંથી પ્રેરણા લો. દિવ્યાંગો પાસેથી પ્રેરણા લઇ શકો છો જેમણે પોતાની નબળાઇને તાકાત બનાવી છે. પોતાની પરીક્ષા લો અને બધાને પોતાનામાં પુનરાવર્તિત કરતા રહો. તેનાથી નિરાશા આવશે નહી. 

આપણે તહેવારની જેમ પરીક્ષા લેવી જોઈએ કે વાલીઓ અને શિક્ષકોનું દબાણ હોય છે તેને જુઓ?
હસતાં હસતાં પીએમ મોદીએ કહ્યું કે તમે આ પ્રશ્ન માતા-પિતા અને શિક્ષકો માટે પૂછ્યો છે.. જેથી હું તેમને અહીંથી કંઈક કહી શકું. શિક્ષકો પહેલા પરિવારનો સંપર્ક કરતા હતા અને શિક્ષકો પરિવારના દરેક સભ્યને ઓળખતા હતા. હવે મા-બાપને ખબર નથી હોતી કે બાળક આખો દિવસ શું કરે છે.. શિક્ષકોને તેમના સિલેબસથી મતલબ હોય છે મારો સેલેબ્સ પુરો થવો જોઈએ. જ્યાં સુધી આપણે બાળકની રૂચિ, તેમની આકાંક્ષાને સમજતા નથી તો બાળક ક્યાંકને ક્યાંક ડગમગી જાય છે. હું રોશનીના માધ્યમથી દરેક માતા-પિતાને કહેવા માંગુ છું કે ભગવાને બાળકને તેને કોઈને કોઇ શક્તિ સાથે મોકલ્યો છે. અંતર ત્યાં જ બને છે એટલા માટે તમારા બાળકને સમજો. 

નવી શિક્ષણ નીતિ પર પીએમ મોદીએ શું કહ્યું 
પીએમ મોદીએ આગળ કહ્યું કે સરકાર કંઇપણ કરે તો વિરોધનો સ્વર ઉઠે છે. પરંતુ મારા માટે ખુશીની વાત છે કે નેશનલ એજ્યુકેશન પોલિસીનું ભારતના દરેક વર્ગમાં પુરજોશમાં સ્વાગત થયું છે. એટલા માટે આ કામને કરનાર તમામ લોકો અભિનંદનના આધિકારી છે. તેમાં લાખો લોકો સામેલ છે. તેને દેશના નાગરિકો, વિદ્યાર્થીઓ, પ્રોફેસરોએ બનાવી છે અને દેશના ભવિષ્ય માટે બનાવી છે. 

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર વાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે પહેલાં રમત ગમતને વધારાની પ્રવૃતિ માનવામાં આવે છે હવે આ શિક્ષાનો ભાગ છે. તેનાથી રમત ગમતને નવી પ્રતિષ્ઠા મળી છે. NEP અભ્યાસ દરમિયાન પણ વિષય બદલવાની તક આપે છે, જેની તક પહેલાં મળતી નથી. 

ઓનલાઇન અભ્યાસનો પડકાર!
કટાક્ષ કરતા પીએમએ પૂછ્યું, શું તમે ઓનલાઈન અભ્યાસ કરતી વખતે અભ્યાસ કરો છો કે રીલ જુઓ છો? વાત ઓનલાઈન-ઓફલાઈનની નથી, તે એકાગ્રતાની છે. PM એ કહ્યું કે આખા દિવસમાં તમારા માટે થોડો સમય કાઢો, જ્યારે તમે ઓનલાઈન/ઓફલાઈનને બદલે "ઈનરલાઈન" હોવ. તમારી અંદર જેટલું જશે, તમે તમારી ઊર્જાનો અનુભવ કરશો. જો તમે આ વસ્તુઓ કરી લો છો તો મને નથી લાગતું કે આ બધી મુશ્કેલીઓ તમારા માટે કોઈ સમસ્યા ઊભી કરી શકે છે.

તણાવમાંથી કેવી રીતે નિકળશો બહાર?
પીએમ મોદીએ કહ્યું કે તમે જે જાણો છો, તેમાં આત્મવિશ્વાસ રાખો અને બીજાની દેખાદેખીના બદલે સહજ રીતે પોતાનું રૂટિન ચાલુ રાખો. ઉત્સવ ભાવથી પરીક્ષામાં ભાગ લો. 

સોશિયલ મીડિયા પરથી ધ્યાન હટાવવાનો કોઈ ઉપાય છે?
આ પ્રશ્નના જવાબમાં પીએમ મોદીએ કહ્યું 'જ્યારે તમે ઓનલાઇન અભ્યાસ કરો છો તો read કરો છો કે reels જુઓ છો. ક્લાસમાં પણ ઘણીવાર થતું હશે કે કાનમાં એકપણ વાત જતી નહી હોય. તમારું બીજે ક્યાંક હશે. જો મન નહી હોય તો સાંભળવાનું બંધ થઇ જશે. માધ્યમ સમસ્યા નથી મન સમસ્યા છે. માધ્યમ ઓનલાઇન હોય કે ઓફલાઇન પર6તુ જો તમારું મન તે તરફ જોડાયેલું હોય તો તમારે માટે ઓનલાઇન અને ઓફલાઇન કોઇ ફરક પડતો નથી. સમય મુજબ માધ્યમ પણ બદલાતા રહે છે. 

જ્યારે આપણે ગભરાટની સ્થિતિમાં હોઈએ ત્યારે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી?
આ પ્રશ્નના જવાબમાં પીએમ મોદીએ કહ્યું 'તમને ડર કેમ લાગે છે શું આ તમારી પ્રથમ પરીક્ષા છે પરીક્ષા આપણા જીવનનો ભાગ છે. આપણે પરીક્ષા આપીને પરીક્ષા પ્રૂફ બની ગયા.. બીજું તમારા મનમાં જે તણાવ હોય છે તે તૈયારીમાં ખોટ હોઇ શકે છે જેટલી મહેનત જોઇએ તેટલી થઇ નથી. મારો તમારી પાસે આગ્રહ છે પેનિક થશો નહી. તમે એવું કંઇ કરશો નહી જે તમે સાંભળ્યું છે તમે તે કરો જે તમે કરતાં આવ્યા છો. દબાણનું વાતાવરણ ઉભું ન થવા દો.

પરીક્ષા જીવનનો સહજ ભાગ છે- પીએમ મોદી
વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતાં પીએમ મોદીએ કહ્યું કે 'મનમાં નક્કી કરી લો કે પરીક્ષા જીવનનો સહજ ભાગ છે. આપણી વિકાસ યાત્રાના નાના નાના પડાવ છે. આ પડાવ આપણે પહેલાં પણ પાર કરી ચૂક્યા છે. પહેલાં પણ ઘણીવાર પરીક્ષા આપી ચૂક્યા છે. જ્યારે આ વિશ્વાસ પેદા થઇ જાય છે તો આવનાર પરીક્ષા માટે આ અનુભવ તમારી તાકાત બની જાય છે.'

પીએમ મોદીની વિદ્યાર્થીઓ સાથે 'પરીક્ષા પે ચર્ચા'
પીએમ મોદીની વિદ્યાર્થીઓ સાથે 'પરીક્ષા પે ચર્ચા' થઇ ગઇ છે. તાલકટોરા સ્ટેડિયમમાં 1000 વિદ્યાર્થીઓ હાજર છે. પીએમ મોદીએ કહ્યું 'મારો મોટો પ્રિય કાર્યક્રમ છે પરંતુ કોરોના સમયમાં તમને બધાને મળી શક્યો નહી. મારા માટે ખુશીનો કાર્યક્રમ છે ઘણા દિવસો પછી તમને બધાને મળી રહ્યો છું. મને લાગતું નથી કે તમને લોકોને પરીક્ષાનો ડર હશે. પરીક્ષાનો ડૅર તમારા માતા પિતાને હશે મોટાભાગે તે લોકો છે તેમના માતા પિતાનએ બાળકો કરતાં વધુ ટેંશન છે. 

અભ્યાસ સાથે જરૂરી છે આત્મવિશ્વાસ- કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન
પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની શરૂઆત કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના સંબોધન સાથે થઈ હતી. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, 'ભારત રસી આપવામાં વિશ્વમાં પ્રથમ નંબર બની ગયું છે. આ પીએમની ગાઈડલાઈન છે, સબકા સાથ સબકા વિકાસ. આપણે બધા અભ્યાસ કરીએ છીએ, અભ્યાસની સાથે આત્મવિશ્વાસ હોવો જરૂરી છે.

તાલાકટોરા સ્ટેડિયમમાં પ્રદર્શની જોતા નરેન્દ્ર મોદી

— ANI_HindiNews (@AHindinews) April 1, 2022

તાલકટોરા સ્ટેડિયમ પહોંચ્યા પીએમ મોદી 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરીક્ષા પે ચર્ચાની 5મી આવૃત્તિમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાત કરવા માટે તાલકટોરા સ્ટેડિયમ પહોંચ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વડાપ્રધાનનું સ્વાગત કર્યું.

જીતુભાઈ વાઘાણીએ પરીક્ષા પે ચર્ચામાં રાજ્યના વધુને વધુ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો જોડાય એવી અપીલ કરી હતી. તેમણે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતની 40,805 શાળાઓના 5586748 લાખ વિદ્યાર્થીઓ ઉપરાંત અઢી લાખ શિક્ષકો આ કાર્યક્રમમાં જોડાશે. 349 સ્થળોએ મોટા સ્ક્રિન, એલઈડી મૂકીને આ કાર્યક્રમમાં જોડાવાની વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યક્રમ નિહાળી શકાય તે માટે સરકાર દ્વારા શાળાઓને અને જ્યાં વધુ લોકો હોય ત્યાં એલઈડી કે પ્રોજેક્ટર્સની વ્યવસ્થા કરવામાં આવી છે.

10-12ના બોર્ડના વિદ્યાર્થીઓ આ કાર્યક્મમાં પરીક્ષા ચાલતી હોઈ હાલ ભલે ન જોડાઈ શકે પરંતુ તેમના વાલીઓ આ કાર્યક્રમ જોઈને એમાંથી પ્રેરણા લઈ શકે છે. પરીક્ષાને લીધે કાર્યક્રમ ગુમાવનારાઓ આને પરીક્ષા બાદ પણ નમો એપ કે તેની વેબસાઈટ, રાજ્ય સરકારની વેબસાઈટ પર પોતાની અનુકૂળતાએ નિહાળી શકે છે એમ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું આજની વ્યવસ્થાઓને સમજીને વિદ્યાર્થીઓ સાથે પ્રધાનમંત્રીનો સીધો સંવાદ ઇતિહાસમાં પ્રથમ વખત ભારતમાં હાથ ધરાયો છે. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે.

"પરીક્ષા પે ચર્ચા 1.0" ની પ્રથમ આવૃત્તિ 16 ફેબ્રુઆરી, 2018ના રોજ, બીજી આવૃત્તિ  29 જાન્યુઆરી, 2019 અને ત્રીજી આવૃત્તિ 20 જાન્યુઆરી, 2020ના રોજ યોજાઈ હતી. COVID 19 રોગચાળાને કારણે, ચોથી આવૃત્તિ 7 એપ્રિલ, 2021ના ​​રોજ ઓનલાઈન યોજાઈ હતી.

ઈવેન્ટનું લાઈવ પ્રસારણ દૂરદર્શન (ડીડી નેશનલ, ડીડી ન્યૂઝ, ડીડી ઈન્ડિયા), રેડિયો ચેનલો, ટીવી ચેનલો ઉપરાંત, EduMinofIndia narendramodi, pmoindia, pibindia, Doordarshan National, MyGovIndia, DDNews, RajyaSabha TV, Swayam Prabha સહિતના ડિજિટલ મીડિયા પર સીધું પ્રસારણ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news