Breathing Exercise: બેચેની અને સ્ટ્રેસ અનુભવાય તો કરો આ બ્રીધિંગ એક્સરસાઇઝ, મન તુરંત થઈ જશે શાંત

Breathing Exercise: એક્સરસાઇઝની મદદથી મનને શાંત અને એક્ટિવ રાખવામાં સરળતા રહે છે. આજે તમને ચાર સૌથી બેસ્ટ બ્રીધિંગ એક્સરસાઇઝ વિશે જણાવીએ. આ એક્સરસાઇઝ તમે કોઈપણ સમયે કોઈપણ જગ્યાએ કરી શકો છો. તેને કરવાથી તુરંત જ મનને શાંતિ મળશે. 

Breathing Exercise: બેચેની અને સ્ટ્રેસ અનુભવાય તો કરો આ બ્રીધિંગ એક્સરસાઇઝ, મન તુરંત થઈ જશે શાંત

Breathing Exercise: આજની દોડધામ ભરેલી જિંદગીમાં સ્ટ્રેસ અને એન્ઝાઈટી થઈ જાય તે સામાન્ય વાત છે. ઘણી વખત પરિસ્થિતિ જ એવી સર્જાય કે થોડીવાર માટે સ્ટ્રેટનો અનુભવ થવા લાગે છે. પરંતુ જો લાંબા સમય સુધી આવી સ્થિતિ રહે તો સ્ટ્રેસની નકારાત્મક અસર શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પણ પડે છે. સ્ટ્રેસ અને એન્ઝાઈટીના કારણે માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્ય બગડવા લાગે છે. 

આવું થવા ન દેવું હોય તો રોજના કામોના કારણે થતા સ્ટ્રેસ અને ચિંતાને મેનેજ કરવા માટે બ્રીધિંગ એક્સરસાઇઝ કરવી ફાયદાકારક સાબિત થઈ શકે છે. એક્સરસાઇઝની મદદથી મનને શાંત અને એક્ટિવ રાખવામાં સરળતા રહે છે. આજે તમને ચાર સૌથી બેસ્ટ બ્રીધિંગ એક્સરસાઇઝ વિશે જણાવીએ. આ એક્સરસાઇઝ તમે કોઈપણ સમયે કોઈપણ જગ્યાએ કરી શકો છો. તેને કરવાથી તુરંત જ મનને શાંતિ મળશે. 

અનુલોમ વિલોમ 

અનુલોમ વિલોમ કરવા માટે કોઈપણ શાંત જગ્યાએ ટટ્ટાર બેસી આંખ બંધ કરો. ત્યાર પછી જમણા હાથના અંગૂઠાથી જમણા નાકને બંધ કરી ડાબા આંખથી ધીરે ધીરે શ્વાસ લો. ત્યાર પછી અનામિકા આંગળીની મદદથી ડાબું નાક બંધ કરી જમણા હાથથી શ્વાસ ધીરે ધીરે છોડો. આ પ્રક્રિયાને એક પછી એક પાંચથી દસ મિનિટ કરો. 

ભ્રાહ્મરી 

ભ્રાહ્મરી  પ્રાણાયામ સ્ટ્રેસ અને ચિંતાને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે. તેના માટે આરામથી બેસી આંખ બંધ કરો. ત્યાર પછી બંને હાથની તર્જની આંગળીને પોતાની આંખના ખૂણા પર રાખો. બાકીની આંગળીઓને માથા પર અને અંગૂઠાને કાન પર લગાવો. હવે ઊંડા શ્વાસ લો અને છોડો. સાથે જ મધમાખી જે રીતે અવાજ કરતી હોય તેવો અવાજ કરો. પાંચથી દસ મિનિટ સુધી આ એક્સરસાઇઝ કરી શકાય છે. 

શીતલી 

શીતલી પ્રાણાયામ પણ મનને શાંત કરવામાં મદદ કરે છે. તેના માટે શાંતિ જગ્યાએ સુખાસનમાં બેસો અને જીભને શક્ય હોય એટલી બહાર કાઢો. ત્યાર પછી જીભને થોડી વાળી અને શ્વાસ અંદર લો. ત્યાર પછી મોઢું બંધ કરી નાકથી શ્વાસ છોડો. આ એક્સરસાઇઝ પાંચ મિનિટ સુધી કરો. 

ચંદ્ર અનુલોમ વિલોમ 

ચંદ્ર અનુલોમ વિલોમ પ્રાણાયામ મગજને શાંત કરે છે અને ઊંઘની ગુણવત્તા સુધારે છે. તેને કરવા માટે પીઠને ટટ્ટાર રાખીને આરામથી બેસો. ત્યાર પછી ડાબા હાથના અંગૂઠાથી ડાબુ નાક બંધ કરી જમણા નાકથી ઊંડો શ્વાસ લેવો. શ્વાસ લીધા પછી ડાબું નાખ ખોલી બંને નાકથી ધીરે ધીરે શ્વાસ છોડો. આ એક્સરસાઇઝ પણ પાંચથી દસ મિનિટ કરવી.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news