ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ પર આચર્યું દુષ્કર્મ

સુભાનપુરા વિસ્તારમાં આવેલી આધાર ઓર્થોપેડિક હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતી પર વિધર્મી સાથી કર્મચારી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યુ હોવાનો મામલો સામે આવતાં પોલીસ તંત્ર દોડતુ થયું છે.

ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ પર આચર્યું દુષ્કર્મ

રવિ અગ્રવાલ/વડોદરા: સુભાનપુરાની ઓર્થોપેડિક હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાતા ઓપરેશન થિયેટરમાં જ નર્સ પર હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી જવા પામ્યો છે. દુષ્કર્મની જાણ થતા હોસ્પિટલ પર પોલીસ દોડી આવીને તપાસ શરૂ કરી.

સુભાનપુરા વિસ્તારમાં આવેલી આધાર ઓર્થોપેડિક હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતી પર વિધર્મી સાથી કર્મચારી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યુ હોવાનો મામલો સામે આવતાં પોલીસ તંત્ર દોડતુ થયું છે. ગોરવા પોલીસ સહીતના ઉચ્ચ અધિકારીઓ પીડિતા નર્સ સાથે હોસ્પિટલ ખાતે પહોંચ્યા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો. સાથે ગોરવા પોલીસે પિડીતાનું મેડિકલ ચેકઅપ કરાવવાની કાર્યવાહી પણ હાથ ધરી છે. આધાર ઓર્થોપેડિક હોસ્પિટલમાં રિસેપ્શન પર એક નર્સ ફરજ પર હતી. 

તે સમયે ઓચીંતો વીજ પુરવઠો ખોરવાયો હતો. તે સમયે હોસ્પિટલમાં મેડીકલ ક્લેઈમ ક્લિયરન્સ વિભાગમાં ફરજ બજાવતો વિધર્મી સાથી કર્મચારી અશરફ ચાવડા તેને પકડીને બીજા માળે ઓપરેશન થીયેટરમાં લઇ ગયો…જ્યાં તેની સાથે શારીરીક છેડછાડ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું. પીડિતા નર્સ સાથે દુષ્કર્મ થયાની વાત સામે આવતા પિડીતાને લઇને તેના પરિવારજનો પોલીસ મથકે પહોચી ગયા હતા. સમગ્ર મામલે ગોરવા પોલીસે પીડિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

પોલીસે પીડિતાની ફરિયાદના આધારે હોસ્પિટલમાં પહોચી તપાસ કરી. હોસ્પિટલ્સના સીસીટીવી ફૂટેજ પોલીસે તપાસ્યા, તેમજ હોસ્પિટલમાં કામ કરતાં અન્ય નર્સ તેમજ સ્ટાફના અને તબીબના નિવેદન પણ લીધા. પોલીસે તપાસ કરતાં ઓપરેશન થીયેટરમાં સીસીટીવી નહીં હોવાનું સામે આવ્યું છે. પોલીસે હોસ્પિટલમાં તપાસ કર્યા બાદ પીડિતાને મેડિકલ ચેકઅપ માટે લઈ ગઈ. પિડીતાએ પોલીસને જણાવ્યુ કે હોસ્પિટલમાં વીજ પુરવઠો બંધ થયો ત્યારે પેશન્ટને અન્ય રૂમમાં શીફ્ટ કરવાના બહાને આરોપી અશરફ ચાવડાએ તેને ઉપરના માળે બોલાવી હતી. ત્યારબાદ પિડીતાને ઓપરેશન થીયેટરમાં તે ખેંચી ગયો હતો. જ્યાં તેની પર દુષ્કર્મ આચર્યુ હતુ. પોલીસ સમગ્ર કેસમાં લવ જેહાદના એંગલથી પણ તપાસ કરી રહી છે. આરોપી 10 વર્ષથી હોસ્પિટલમાં નોકરી કરે છે. 

હોસ્પિટલમાં નર્સ સાથે દુષ્કર્મના બનાવમાં હોસ્પિટલના સંચાલક અને તબીબની ભૂંડી અને શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. પીડિત નર્સને મદદ કરવાના બદલે તબીબે પોતાની હોસ્પિટલનું નામ ખરાબ ન થાય તે માટે મામલો દબાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ પીડિત નર્સ અને તેના પરિવારની  હિંમતના કારણે સમગ્ર મામલો બહાર આવ્યો. આધાર ઓર્થોપેડિક હોસ્પિટલમાં આરોપી અશરફ ચાવડા અનેક સમયથી કામ કરે છે, તે હોસ્પિટલના બીજા માળે પરિવાર સાથે રહેતો હોવાની પણ વાત સામે આવે છે. ત્યારે શું અન્ય કોઈ હિન્દુ યુવતીને પણ તેને ફસાવી દુષ્કર્મ આચર્યું છે? તે સવાલ ઉઠવા પામે છે. હવે પોલીસ જો સમગ્ર મામલે ઊંડાણપૂર્વક અને તલસ્પર્શી તપાસ કરે તો મોટા ખુલાસા થઈ શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news