ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસો…
2021માં એશિયન બેરીયાટીક એન્ડ કોસ્મેટીક હોસ્પીટલમાં ભાગીદાર તરીકે જોડાયેલ કાર્તિક પટેલ હોસ્પીટલનો ચેરમેન હતો. તમામ નાણાકીય વ્યવહાર કાર્તિક પટેલના એકલા ની સહીથી થતાં હતા.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતી હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરી છે. આરોપી પોતાની પત્નીની સારવાર અર્થે દુબઇથી અમદાવાદ આવ્યો ત્યારે અમદાવાદ અરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે કહ્યું હતે કે આરોપી સામે કુલ ત્રણ ગુન્હા નાંધાયેલા છે જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી કરી રહી છે.
આરોપીની પ્રાથમિક તપાસમાં કેટલીક મહત્વની જાણકારી પોલીસના હાથે લાગી છે. જ્યારે બનાવ બન્યો ત્યારે કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયા હતો, કોરોના થયો ત્યારે કાર્તિકને હોસ્પીટલમા જગ્યા ન મળતાં તેણે હોસ્પીટલ બનાવવાનો નિર્ણય કર્યો હતો. વર્ષ ૧૯૮૫માં ઘરેથી વિડિયો લાઇબ્રેરી બનાવી કેસેટ ભાડે આપવાનું કામની શરૂઆત કરી કારકીર્દી શરૂ કરી હતી. ૧૯૮૭માં તેણે કંસ્ટ્રશનનો વ્યવસાય શરૂ કર્યો હતો.
2021માં એશિયન બેરીયાટીક એન્ડ કોસ્મેટીક હોસ્પીટલમાં ભાગીદાર તરીકે જોડાયેલ કાર્તિક પટેલ હોસ્પીટલનો ચેરમેન હતો. તમામ નાણાકીય વ્યવહાર કાર્તિક પટેલના એકલા ની સહીથી થતાં હતા. આરોપી હોસ્પિટલના ડાયરેક્ટર્સ તથા મેનેજમેન્ટ સાથે તેમની one 42 આંબલી બોપલ રોડ ખાતેની ઓફીસ તથા હોસ્પિટલમાં મીટીંગ લેતો હતો. આરોપી તેમની બીજી ફર્મમાંથી ખ્યાતિ હોસ્પિટલમાં અન સિક્યોર્ડલોન આપી હોસ્પીટલમાં પોતાનુ રોકાણ વધારતો હતો. નરોડા ગેલેક્સી ચાર રસ્તા પાસે ગાયત્રી બિલ્ડર દ્વારા તૈયાર થઇ રહેલા નવા બિલ્ડીંગમાં મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલ બનાવવાનો પ્લાન હતો.
આરોપી ૩ નવેમ્બર ૨૦૨૪ના રોજ પત્ની સાથે ઓસ્ટ્રેલીયા અને ત્યાંથી ન્યુઝીલેન્ડ ગયો હતો. આરોપી ૩ નવેમ્બર ૨૦૨૪ના રોજ પત્ની સાથે અમદાવાદ અરપોર્ટ પરથી સીંગાપોર એરલાઇન્સમાં વાયા સીંગાપોર થઇ ઓસ્ટ્રેલિયાના સીડની ખાતે ગયો હતો. ત્યાં સાત દિવસ અલગ અલગ શહેર સીડની મલબોર્ન તથા અન્ય શહેરમાં રોકાયા હતા. ૧૧ નવેમ્બર ૨૦૨૪ના રોજ આરોપી ન્યુઝીલેન્ડ જવા માટે નીકળ્યો હતો અને ન્યુઝીલેન્ડ ના ક્રાઇસ્ટ ચર્ચમાં રોકાયો હતો.
ન્યુઝીલેન્ડથી દુબઇના વિઝા માટે ઓનલાઇન અરજી કરી ત્રણ માસના દુબઇના વિઝીટર વિઝા મેળવી ૧૮ નવેમ્બરે ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચથી દુબાઇ ગયો હતો. તે દુબઇના કરામાં ખાતે રોકાયેલ ૧૭ જાન્યુઆરી રાત્રે ફ્લાઇટમાં અમદાવાદ આવતાં તેની અરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી આરોપીએ વિદેશમાં હોટલમાં રોકાણ કર્યું હતું. આરોપી પોલીસના સહેલા લાગતા સવાલોના જવાબ આપી રહ્યો છે પણ જે સવાલ તેની સામે જતા હોય ત્યાં તે તપાસમાં સહયોગ આપતો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે