ઘરમાં આ 5 વસ્તુઓ ખાલી રહેવાથી બની શકો છો ગરીબ, ભૂલથી પણ ન કરો આવી ભૂલ
Vastu Shastra: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કેટલીક એવી વસ્તુઓ હોય છે જેને જો ખાલી રાખવામાં આવે તો ઘરમાં દરિદ્રતાનો વાસ થવા લાગે છે. વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતો કહે છે કે, આ વસ્તુઓ ખાલી રાખવાથી દરિદ્રતાનો પ્રભાવ વધે છે અને આર્થિક સંકટ ઘરને ઘેરવા લાગે છે. આવી સ્થિતિમાં આવો જાણીએ કઈ 5 વસ્તુઓ ઘરમાં ખાલી ન રાખવી જોઈએ.
કળશ
ઘરના પૂજા મંદિરમાં રાખેલ કળશ ક્યારેય ખાલી ન રાખવું જોઈએ. શાસ્ત્રોમાં તેને અશુભ માનવામાં આવે છે. પૂજા ઘરમાં રહેલ કળશમાં ગંગા જળ અથવા સિક્કો અવશ્ય રાખવો. તેનાથી ઘરમાં શુભતાનું સંચાક થાય છે.
તિજોરી
ઘરમાં રહેલ તિજોરી ક્યારેય પણ ખાલી ન રાખવી જોઈએ. શાસ્ત્રો અનુસાર ગાય અથવા ગોમતી ચક્રને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવું શુભ છે. આમ કરવાથી ઘરમાં દરિદ્રતા રહેતી નથી.
ડોલ
ઘરના બાથરૂમમાં ખાલી ડોલ રાખવાથી વાસ્તુ દોષ થાય છે. તેથી વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતો સલાહ આપે છે કે ડોલ હંમેશા ભરેલી રાખવી જોઈએ.
પર્સ
વાસ્તુશાસ્ત્ર અનુસાર વ્યક્તિએ ક્યારેય પણ પોતાનું પર્સ ખાલી ન રાખવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં ઓછામાં ઓછો 1 સિક્કો રાખવો જોઈએ. આમ કરવાથી આર્થિક સ્થિતિ સારી રહે છે.
અનાજ ભંડાર
વાસ્તુશાસ્ત્રમાં રસોડા કે અનાજ ભંડાર સંબંધિત વિશેષ નિયમો જણાવવામાં આવ્યા છે. અનાજનો સંગ્રહ સમૃદ્ધિ સાથે સંકળાયેલો છે. આવી સ્થિતિમાં રસોડામાં ક્યારેય પણ આવા ડબ્બા ખાલી ન રાખો જેમાં લોટ, ચોખા, મીઠું અથવા અન્ય વસ્તુઓ રાખવામાં આવી હોય.
Disclaimer
(અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos