હજું તો માત્ર 19 વર્ષની છે આ ખૂબસૂરત હસીના, લુકમાં 'સુપરસ્ટાર માતા'ને પણ આપે છે ટક્કર
Rasha Thadani: આ એક્ટ્રેસની ઉંમર માત્ર 19 વર્ષની છે. પરંતુ 12મા ધોરણના અભ્યાસ દરમિયાન જ પહેલી ફિલ્મનું શૂટિંગ કરી લીધું હતું. તે સેટ પર પણ પરીક્ષાની તૈયારી પણ કરતી હતી. એવું કહી શકાય કે તે સુપરસ્ટાર પરિવારમાંથી આવે છે. પિતા ઈન્ડસ્ટ્રીના મોટા ડિસ્ટ્રીબ્યૂટર છે જ્યારે માતાએ 90ના દાયકામાં રાજ કર્યું હતું. ચાલો તમને તેમનો પરિચય કરાવીએ.
રાશા થડાનીની બાયોગ્રાફી
અત્યાર સુધીમાં તમે અનુમાન લગાવ્યું હશે કે અમે કોની વાત કરી રહ્યા છીએ. તે બીજું કોઈ નહીં પણ 90ના દાયકાની સુપરસ્ટાર લેડી રવિના ટંડનની દીકરી રાશા થડાની છે, જે હાલમાં તેની ડેબ્યૂ ફિલ્મ 'આઝાદ'ને લઈ ચર્ચામાં છે. રાશા જે રીતે ફેન્સમાં લોકપ્રિય છે તે દર્શાવે છે કે તે બોલિવૂડમાં લાંબો સમય ટકી રહેવાની છે.
રાશા થડાનીની પહેલી ફિલ્મ
રાશા થડાનીનો જન્મ 16 માર્ચ 2005ના રોજ થયો હતો. જ્યારે તે 12મા ધોરણમાં હતી ત્યારે તેને તેની પહેલી ફિલ્મ મળી હતી. આઝાદના શૂટિંગ તો તેણે 12મા ધોરણ દરમિયાન કરી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક ફોટો પણ વાયરલ થયો હતો જેમાં રાશા સેટ પર પરીક્ષા માટે અભ્યાસ કરતી જોવા મળી હતી. તેનું ભૂગોળનું પેપર હતું તેથી તે શૂટિંગ અને અભ્યાસ બન્ને એક સાથે કરી રહી હતી.
રાશા થડાનીની ઉંમર
રાશા થડાની માત્ર 19 વર્ષની છે અને તેણે તેની બોલિવૂડમાં ડેબ્યૂ પણ કરી લીધું છે. આઝાદ ફિલ્મમાં રાશાની સાથે અમન દેવગન છે જે અજય દેવગનના પરિવારમાંથી આવે છે. આ ફિલ્મ 17 જાન્યુઆરી 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
રવિના ટંડનની દીકરી?
ભલે લોકો પ્રશ્ન કરે કે શું રાશા રવિના ટંડનની અસલી દીકરી છે. આ સવાલ એટલા માટે છે કારણ કે રવિનાએ બે દીકરીઓ પણ દત્તક લીધી હતી. તેથી જ કેટલાક ફેન્સ મૂંઝવણ અનુભવે છે. રવિના ટંડન અને અનિલ થડાનીને ચાર બાળકો છે. રવિનાને બે દત્તક દીકરીઓને દત્તક લીધી છે, જેનું નામ પૂજા અને છાયા છે. જ્યારે તેને બે બાયોલોજિકલ બાળકો પણ છે. એક પુત્ર રણબીર થડાની અને પુત્રી રાશા થડાની.
રાશા થડાનીનું એજ્યુકેશન
રાશાના એજ્યુકેશનની વાત કરીએ તો તે ફિલ્મોની સાથે અભ્યાસ પણ કરી રહી છે. તેણે 12મા પછી ગ્રેજ્યુએશન માટે એડમિશન લીધું છે. તે હાલમાં બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહી છે અને તેના ફસ્ટ યરમાં છે.
રાશાનું પૂરું નામ રાશવિશાખા થડાની છે. તેના નામનો અર્થ છે વરસાદનું પ્રથમ ટીપું. રાશાની માતાએ તેની કમર પર પુત્રીના નામનું ટેટૂ કરાવ્યું છે. રાશાના પિતા વિશે વાત કરીએ તો અનિલ થડાની એક ફેમસ ડિસ્ટ્રીબ્યૂટર છે જેમની કંપનીનું નામ એએ ફિલ્મ્સ છે.
Trending Photos