મોટો ખુલાસો! રાજકોટમાં 100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો...
રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભગવતસિંહ ગાર્ડન પાસે આવેલી નકળંગ ટી સ્ટોલ ખાતે ગત 15મી જાન્યુઆરી 2025 ના રોજ અસામાજિક તત્વો દ્વારા પેટ્રોલ બોમ્બ જેવા જવલનશીલ પ્રવાહી ભરેલ સળગતી બોટલ ફેંકીને ડરનો માહોલ ઉભો કરવાની કોશિશ કરવામાં આવી હતી.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ નકળંગ હોટલ પર પેટ્રોલ બોંબ ફેંકનાર 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચી લીધા હતા. આજે પોલીસે આરોપીને સાથે રાખીને સ્થળ પંચનામું અને રી-કન્ટ્રક્શન કરાવ્યું હતું. જેમાં આરોપીએ કાચની બોટલમાં પેટ્રોલ ક્યાં ભર્યું હતું અને કેવી રીતે ઘા કર્યો હતો તેની માહિતી પોલીસને આપી હતી. આરોપીએ ઇન્સ્ટાગ્રામની રિલ્સ જોઈને પેટ્રોલ બોંબ બનાવ્યો હોવાનું સામે આવ્યું હતું.
- રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ..
- ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો પેટ્રોલ બોંબ..
- હોટેલ પર 100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ..
BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, સૂત્રોએ આપ્યા મોટા સંકેત
આરોપી આવ્યા પોલીસ સકંજામાં..
રાજકોટ પોલીસ જાપતામાં રહેલા આ યુવકોને જૂઓ... જેનું નામ છે ચિરાગ બાવાજી અને જયદેવ રામાવત...આ બન્ને શખ્સો પર આરોપ છે પેટ્રોલ બોંબ બનાવી હોટેલ પર ફેંકવાનો...સમગ્ર મામલા પર નજર કરીએ તો, રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભગવતસિંહ ગાર્ડન પાસે આવેલી નકળંગ ટી સ્ટોલ ખાતે ગત 15મી જાન્યુઆરી 2025 ના રોજ અસામાજિક તત્વો દ્વારા પેટ્રોલ બોમ્બ જેવા જવલનશીલ પ્રવાહી ભરેલ સળગતી બોટલ ફેંકીને ડરનો માહોલ ઉભો કરવાની કોશિશ કરવામાં આવી હતી. જે અંતર્ગત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે 15મી જાન્યુઆરીના રોજ ટી સ્ટોલ સંચાલક જિલ્લાભાઈ ઉર્ફે મુન્નાભાઈ ભરવાડ દ્વારા બીએનએસની કલમ 326, 115 (2), 62 સહિતની કલમ હેઠળ જયદેવ રામાવત, ચિરાગ બાવાજી તેમજ બે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
શુક્રવારના રોજ યુનિવર્સિટી પોલીસ દ્વારા જયદેવ રામાવત અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમજ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચિરાગ બાવાજી નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારે શનિવારના રોજ બંને મુખ્ય આરોપીઓને યુનિવર્સિટી પોલીસ દ્વારા ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા. તેમજ ઘટના સ્થળે લઈ જઈ રી કન્સ્ટ્રક્શન સહિતની કામગીરી કરાવવામાં આવી હતી. આરોપીઓ દ્વારા કઈ રીતે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો તે સહિતની વિગતો પોલીસ દ્વારા મેળવવામાં આવી હતી.
ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો બોંબ
પેટ્રોલ બોંબ મામલે ડીસીપી જગદીશ બાંગરવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલ એક આરોપી ફરાર છે તેની શોધખોળ ચાલી રહી છે. આરોપીઓ દ્વારા પેટ્રોલ આવાસ યોજનાની એક બાઈક માંથી કાઢવામાં આવ્યું હતું. ઇન્સ્ટાગ્રામમાંથી આરોપી દ્વારા રિલ્સ જોઈને પેટ્રોલ બોમ્બ બનાવવામાં આવ્યો હતો. આરોપીની પૂછપરછમાં તેણે જણાવ્યું છે કે હોટલ સંચાલક દ્વારા તેને સળીયો મારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના દ્વારા પેટ્રોલ બોમ્બ થી હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે હોટલ સંચાલકો વિરુદ્ધ પણ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવશે.
જોકે આ ઘટનામાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે 1 આરોપી ફરાર છે તેની શોધખોળ શરૂ કરી છે. જ્યારે હોટેલ માલીક અને આરોપી વચ્ચે રૂ. 50 અને 100 જેવી બાબતમાં આ માથાકૂટ થઈ હતી. આરોપીએ કહ્યું હતું કે તેને 100 રૂપિયા આપ્યા છે જ્યારે હોટેલ માલિકે રૂ. 50 જ આપ્યા છે તેવું કહેતા બોલાચાલી અને પછી મારામારી થઈ હતી. હાલ પોલીસે બન્નેના નિવેદનો લેવાની કામગીરી કરી છે. જોકે આરોપીએ હાથમાં સળીયો માર્યો હોવાનું પોલીસને કહેતા હોટેલ માલીક સામે પણ ગુનો નોંધાઇ તેવી શક્યતાઓ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે