LIVE જાધવ કેસ: કુલભૂષણ જાધવ અને ભારતીય ડેપ્યુટી હાઈ કમિશનર વચ્ચે મુલાકાત ચાલુ

પાકિસ્તાને ફરીથી એકવાર ભારત પાસે નતમસ્તક થવું પડ્યું છે. પાકિસ્તાન સરકાર તરફથી આજે ત્યાંની જેલમાં બંધ કુલભૂષણ જાધવને કોન્સ્યુલર એક્સેસ આપવામા આવ્યું છે.

LIVE જાધવ કેસ: કુલભૂષણ જાધવ અને ભારતીય ડેપ્યુટી હાઈ કમિશનર વચ્ચે મુલાકાત ચાલુ

નવી દિલ્હી: પાકિસ્તાને ફરીથી એકવાર ભારત પાસે નતમસ્તક થવું પડ્યું છે. પાકિસ્તાન સરકાર તરફથી આજે ત્યાંની જેલમાં બંધ કુલભૂષણ જાધવને કોન્સ્યુલર એક્સેસ આપવામા આવ્યું છે. વિયેના સંધિ મુજબ અને આંતરરાષ્ટ્રીય કોર્ટનું પાલન કરતા આજે પાકિસ્તાન કુલભૂષણ જાધવને કોન્સ્યુલર એક્સેસ આપવામાં આવેલ છે. પાકિસ્તાન તરફથી પહેલા પણ તેની ઓફર આપવામાં આવી હતી પરંતુ તેમાં કેટલીક શરતો જોડવામાં આવી હતી. જેનો ભારતે વિરોધ કર્યો હતો. હવે કોઈ પણ શરત વગર આ કોન્સ્યુલર એક્સેસ અપાયું છે.  પાકિસ્તાનમાં ભારતીય ડેપ્યુટી હાઈ કમિશનર ગૌરવ આહલુવાલિયા અને કુલભૂષણ જાધવ વચ્ચે મુલાકાત શરૂ થઈ ગઈ છે. 

કહેવાય છે કે પાકિસ્તાન સરકાર દ્વારા આ મુલાકાત કોઈ અજ્ઞાત સ્થળે કરાવવામાં આવી રહી છે. આ દરમિયાન પાકિસ્તાનના અધિકારી પણ હાજર છે. આ અગાઉ આ અગાઉ તેમણે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના મૌહમ્મદ ફૈઝલ સાથે મુલાકાત કરી. પાકિસ્તાન તરફથી આ વખતે કોઈ પણ શરત વગર કોન્સ્યુલર એક્સેસ આપવાની વાત કરાઈ છે. 

— ANI (@ANI) September 2, 2019

ગૌરવ આહલુવાલિયા 2 કલાક સુધી જાધવ સાથે વાત કરી શકશે. ભારત લગભગ 3 વર્ષથી કુલભૂષણ જાધવ સાથે કોન્સ્યુલર એક્સેસ લેવા માંગતુ હતું. સૂત્રોએ જણાવ્યું કે અમે આશા કરીએ છીએ કે પાકિસ્તાન કોન્સ્યુલર એક્સેસ વખતે યોગ્ય વાતાવરણ ઉપલબ્ધ કરાવશે. જેથી કરીને આ મુલાકાત સારી અને પ્રભાવી રહે, જેમ કે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ ઈન્ડિયાનો આદેશ હતો. 

અત્રે જણાવવાનું કે પાકિસ્તાને પહેલા કોન્સ્યુલર એક્સેસનો પ્રસ્તાવ કેટલીક શરતો સાથે મૂક્યો હતો. જેને ભારતે સ્વીકાર્યો નહતો. ભારત જાધવને મળનારા કોન્સ્યુલર એક્સેસમાં કોઈ પ્રતિબંધ ઈચ્છતું નહતું. ત્યારબાદ પાકિસ્તાને ઝૂકવું પડ્યું અને કોઈ પણ શરત વગર પાકિસ્તાન સરકારે બે કલાકનો સમય આપવાની વાત કરી છે. 

જુઓ LIVE

ભારતના રિટાયર્ડ નેવી ઓફિસર જાધવને પાકિસ્તાનની સૈન્ય અદાલતે એપ્રિલ 2017માં જાસૂસી અને આતંકવાદના આરોપ પર મોતની સજા સંભળાવી હતી. ત્યારબાદ ભારત આ મામલાને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લઈ ગયું હતું. કોર્ટે જાધવની ફાંસી પર રોક લગાવી દીધી હતી. આ વર્ષ જુલાઈમાં આઈસીજેએ પાકિસ્તાનને આદેશ આપ્યો હતો કે તે વહેલી તકે જાધવને કોન્સ્યુલર એક્સેસ ઉપલબ્ધ કરાવે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news