આજે ગણેશ ચતુર્થી, આ શુભ મૂહુર્તમાં પૂજા અર્ચના કરશો તો મનોકામના થશે પૂર્ણ 

દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર આજે ધૂમધામથી મનાવવામાં આવી રહ્યો છે. ભાદરવા સુદ ચોથના રોજ શ્રી ગણેશ ચતુર્થીની ઉજવણી થાય છે.

આજે ગણેશ ચતુર્થી, આ શુભ મૂહુર્તમાં પૂજા અર્ચના કરશો તો મનોકામના થશે પૂર્ણ 

નવી દિલ્હી: દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર આજે ધૂમધામથી મનાવવામાં આવી રહ્યો છે. ભાદરવા સુદ ચોથના રોજ શ્રી ગણેશ ચતુર્થીની ઉજવણી થાય છે. એવું કહેવાય છે કે ગણપતિજીનો જન્મ મધ્યકાળમાં થયો હતો. આથીતેમની સ્થાપના આ કાળમાં થવી જોઈએ. જો આ દિવસે પૂજા યોગ્ય મૂહુર્ત અને સમયે કરવામાં આવે તો દરેક મનોકામના પૂર્ણ થાય છે. 

ધાર્મિક માન્યતા મુજબ ગણેશજીનો જન્મ ભાદરવા સુદ ચોથના રોજ મધ્યકાળમાં સ્વાતિ નક્ષત્ર અને સિંહ લગ્નમાં થયો હતો. આથી આ ચતુર્થી ગણેશ ચતુર્થી કે વિનાયક ચતુર્થી કહેવાય છે. ગણેશ સ્થાપનાની સાથે જ આજથી ગણેશોત્સવની શરૂઆત થઈ જશે અને તે 10 દિવસ સુધી ચાલશે. 10માં દિવસે એટલે કે અનંત ચૌદશના દિવસે ગણેશોત્સવનું સમાપન થશે. આવો જાણીએ આજના શુભ મૂહુર્ત વિશે...

ક્યારે શરુ થશે ગણેશ ચતુર્થી
ગણેશ ચતુર્થી 2 સપ્ટેમ્બરના રોજ સવારે 9 વાગ્યેને એક મિનિટથી પ્રારંભ થઈ રહી છે. જે 3 સપ્ટેમ્બર સવારે 6:50 સુધી રહેશે. પૂજા માટે મુહૂર્ત સવારે 11:04 વાગ્યાથી લઈને બપોરે 1:37 વાગ્યા સુધી છે. લગભગ 2 કલાક અને 37 મિનિટનો સમયગાળો પૂજા માટે સારો છે. 

પૌરાણિક માન્યતા
ગણેશ ચતુર્થીને લઈને એવી પૌરાણિક માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણ પર સ્યમન્તક મણી ચોરવાનો ખોટો આરોપ લાગ્યો હતો અને તેમનું અપમાન થયું હતું. નારદજીએ તેમની આ દુર્દશા જોઈને તેમને જણાવ્યું કે તેમણે ભાદરવા સુદ ચોથના રોજ ભૂલથી ચંદ્ર દર્શન કરી લીધા હતાં જેના કારણે તેમની આ દશા થઈ. નારદ મૂનિએ શ્રીકૃષ્ણને જણાવ્યું કે આ દિવસે ભગવાન ગણેશે ચંદ્રને શ્રાપ આપ્યો હતો. આથી આ દિવસે જે પણ ચંદ્રના દર્શન કરે છે તેના પર ખોટો આરોપ લાગે છે. નારદ મુનિની સલાહ માનીને શ્રીકૃષ્ણએ ગણેશ ચતુર્થીનું વ્રત કર્યું અને દોષમુક્ત થયા હતાં. આથી આ દિવસ પૂજા અને વ્રત કરવાથી વ્યક્તિને ખોટા આરોપોમાંથી મુક્તિ મળે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news