ચાકૂ લઈને સંસદમાં ઘૂસવાની કોશિશ કરતા વ્યક્તિની ધરપકડ, રામ રહીમનો સમર્થક છે સંદિગ્ધ

સંસદ ભવનના ગેટ નંબર 1 પર ચાકૂ લઈને અંદર  ઘૂસવાની કોશિશ કરી રહેલા એક સંદિગ્ધ વ્યક્તિની દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી છે. સંદિગ્ધ પોતાને રામ રહીમનો સમર્થક ગણાવી રહ્યો છે. સંદિગ્ધને પાર્લિયામેન્ટ સ્ટ્રીટ પોલીસ  સ્ટેશન લઈ જવાયો છે. 
ચાકૂ લઈને સંસદમાં ઘૂસવાની કોશિશ કરતા વ્યક્તિની ધરપકડ, રામ રહીમનો સમર્થક છે સંદિગ્ધ

નવી દિલ્હી: સંસદ ભવનના ગેટ નંબર 1 પર ચાકૂ લઈને અંદર  ઘૂસવાની કોશિશ કરી રહેલા એક સંદિગ્ધ વ્યક્તિની દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી છે. સંદિગ્ધ પોતાને રામ રહીમનો સમર્થક ગણાવી રહ્યો છે. સંદિગ્ધને પાર્લિયામેન્ટ સ્ટ્રીટ પોલીસ  સ્ટેશન લઈ જવાયો છે. 

— ANI (@ANI) September 2, 2019

ટીવી રિપોર્ટ્સ મુજબ આ યુવકનું નામ સાગર ઈંસા છે. જે દિલ્હીના લક્ષ્મી નગર વિસ્તારમાં રહે છે. ટીવી રિપોર્ટ્સ મુજબ આરોપી રામ રહીમના સમર્થનમાં નારા લગાવી રહ્યો હતો. હાલ પોલીસે તેને પકડી લીધો છે. યુવક બાઈકથી સંસદ ભવન સુધી પહોંચ્યો હતો. તેની બાઈક પણ કબ્જામાં લઈ લેવાઈ છે. 

જુઓ LIVE TV

આ યુવક સંસદમાં શું કામ આવ્યો હતો અને પરિસરની અંદર જવાનો તેનો હેતુ શું હતું તે અંગે હજુ કોઈ જાણકારી મળી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news