જસદણ પેટા ચૂંટણી News

જસદણ પેટા ચૂંટણી : કોંગ્રેસના ગઢમાં પડ્યું ગાબડું, ઇતિહાસનું થયું પુનરાવર્
 જસદણની ચૂંટણી કોંગ્રેસ માટે સૌથી મોટી હાર છે. પોતાનો ગઢ સાચવવામાં કોંગ્રેસ અસફળ રહી, તો કુંવરજી પોતાની રાજકીય કારકર્દી સાચવવામાં સફળ થયા. કુંવરજીએ પક્ષપલટો કરતા જ કોંગ્રેસના ગઢમાં ગાબડુ પડ્યું. કોંગ્રેસે આ ચૂંટણી જીતવા માટે અનેક સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા હતા, પણ છેવટે હારનો સામનો કરવો પડ્યો હતો. જસદણની સીટ કોંગ્રેસનું ઘર કહેવાતી હતી. 1962થી 9 વાર કોંગ્રેસે આ સીટ પર દબદબો જાળવ્યો હતો. 1962થી માત્ર એક જ વાર 2009માં આ સીટ ભાજપે આંચકી હતી. પરંતુ ત્યાર બાદ 2012 અને 2017માં ફરીથી કોંગ્રેસ સત્તા પર આવી હતી. ત્યારે કોંગ્રેસ માટે આ જીત બહુ જ મહત્વની હતી. બીજી તરફ આવતા વર્ષે જ્યારે લોકસભાનું ઈલેક્શન છે, ત્યારે બંને પક્ષો માટે આ જીત બહુ જ મહત્વની હતી. 
Dec 23,2018, 16:17 PM IST
કુંવરજીની લોકપ્રિયતા યથાવત - ચોથીવાર 20 હજાર જેટલી લીડથી જીત્યા
Dec 23,2018, 13:33 PM IST
કુંવરજી અને ભાજપની જંગી જીત પાછળ આ કારણો છે જવાબદાર
Dec 23,2018, 12:42 PM IST
શું કુંવરજીને તેમનો અહંકાર નડશે? નાકિયાને કહી દીધા રીક્ષાવાળા
 જસદણનું પરિણામ આવવાની શરૂઆત થોડી જ વારમાં થશે. ત્યારે આખા ગુજરાતમાં સૌની નજર આ પરિણામ પર ટકેલી છે. જસદણનું પરિણામ ભાજપ અને કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણીનું ભાવિ નક્કી કરે તેવું પણ કહેવાઈ રહ્યું છે. ત્યારે હવે થોડી જ વારમાં બધુ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ત્યારે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો મતગણતરી સેન્ટર પર પહોંચી ગયા છે. વહેલી સવારે પૂજા કરીને કુંવરજી બાવળીયા અને અવસર નાકિયા મતગણતરી સેન્ટર પર પહોંચી ગયા અને બંને ઝી ન્યૂઝ સાથેની વાતચીતમાં જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. પરંતુ કદાચ પરિણામ પહેલા જ કુંવરજીમાં અહંકાર દેખાઈ રહ્યો છે. તેમણે મતગણતરી પહેલા નિવેદનમાં અવસર નાકિયાને રીક્ષાવાળો કહ્યો હતો.
Dec 23,2018, 8:35 AM IST

Trending news