જસદણમાં 6 અપક્ષ ઉમેદવારોના ભૂંડા હાલ થયા, આંગળીના વેઢે ગણાય તેટલા વોટ મળ્યા

 જસદણનું પરિણામ ભાજપ તરફી આવી ગયું છે, જેમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જસદણમાં 9 વર્ષ બાદ કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડીને ભાજપે કમળ ખીલવ્યું હતું, જેનો શ્રેય કુંવરજી બાવળીયાને જાય છે. જસદણની પેટા ચૂંટણીમાં કુંવરજી 19985 જેટલી લીડથી જીત્યા હતા. તો અવસર નાકિયાને 70283 મત મળ્યા હતા. જસદણની ચૂંટણીમાં હાર-જીત વચ્ચે 6 ઉમેદવારો પણ ઉભા રહ્યા હતા. પરંતુ તેમના ભૂંડા હાલ થયા હતા. તેમને આંગળીના વેઢે ગણાય તેટલા વોટ મળ્યા હતા. 
 જસદણમાં 6 અપક્ષ ઉમેદવારોના ભૂંડા હાલ થયા, આંગળીના વેઢે ગણાય તેટલા વોટ મળ્યા

જસદણ : જસદણનું પરિણામ ભાજપ તરફી આવી ગયું છે, જેમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જસદણમાં 9 વર્ષ બાદ કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડીને ભાજપે કમળ ખીલવ્યું હતું, જેનો શ્રેય કુંવરજી બાવળીયાને જાય છે. જસદણની પેટા ચૂંટણીમાં કુંવરજી 19985 જેટલી લીડથી જીત્યા હતા. તો અવસર નાકિયાને 70283 મત મળ્યા હતા. જસદણની ચૂંટણીમાં હાર-જીત વચ્ચે 6 ઉમેદવારો પણ ઉભા રહ્યા હતા. પરંતુ તેમના ભૂંડા હાલ થયા હતા. તેમને આંગળીના વેઢે ગણાય તેટલા વોટ મળ્યા હતા. 

રાજકોટની પેટાચૂંટણીની જંગ કુલ 8 ઉમેદવારો વચ્ચે હતી. જેમાં એક ભાજપ, બીજુ કોંગ્રેસ અને બાકીના 6 અપક્ષ. જોકે, આ બંને સિવાયના 6 ઉમેદવારોને બહુ જ ઓછા વોટ મળ્યા હતા. તેમની ડિપોઝીટ પણ જપ્ત થઈ ગઈ છે. જોઈ લો, કોને કેટલા વોટ મળ્યા.

  • અપક્ષ ઉમેદવાર ચિત્રોડા નાથાલાલ પૂંજાબાઈને 144 મત મળ્યા હતા
  • ઉમેદવાર ભેંસજાળિયા મુકેશ મોહનને પણ માત્ર 198 મત મળ્યા  
  • વીપીપી પાર્ટીના ઉમેદવાર ઘાપા ધમરશી રામજીને 755 મત મળ્યા
  • એનબીએનએમના ઉમેદવાર ડો દિનેશ શના પટેલને 213 મત મળ્યા
  • મધુ નિરુપા નટવરલાલને 331
  • માકડિયા ભરત જેશાને 993 મત મળ્યા 

તો જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 2146 મત તો નોટામાં પડ્યા હતા. આ મતોની સીધી અસર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોને થઇ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news