કુંવરજીની લોકપ્રિયતા યથાવત - ચોથીવાર 20 હજાર જેટલી લીડથી જીત્યા

 કુંવરજી બાવળીયા જસદણ વિધાનસભાની ચૂંટણી આ પહેલા પાંચવાર જીતી ચૂક્યા છે. પરંતુ આ અગાઉ ક્યારેય તેમના માટે ચૂંટણી ચેલેન્જિંગ રહી ન હતી. પરંતુ આ પેટાચૂંટણીમાં કુંવરજીની શાખ દાવ પર લાગી હતી. ચૂંટણીના થોડા મહિના પહેલા જ તેમણે પક્ષપલટો કરીને પોતાનું રાજકીય ઘર બદલ્યું હતું. આ પક્ષપલટા બાદ તેમને જસદણની જનતા સ્વીકારશે કે નહિ તેના પર મોટો પ્રશ્નાર્થ હતો. પરંતુ જસદણની જનતાએ કુંવરજી પર જ પસંદગી ઉતારી હતી. આ પહેલાની પાંચ વખતની જીત અને જનતા માટે કરેલા કામોથી તેઓ જસદણવાસીઓના મગજમાં ઘર કરી ગયા હતા. જેને કારણે તેઓ આજે જંગી જીત મેળવી શક્યા હતા.
કુંવરજીની લોકપ્રિયતા યથાવત - ચોથીવાર 20 હજાર જેટલી લીડથી જીત્યા

જસદણ : કુંવરજી બાવળીયા જસદણ વિધાનસભાની ચૂંટણી આ પહેલા પાંચવાર જીતી ચૂક્યા છે. પરંતુ આ અગાઉ ક્યારેય તેમના માટે ચૂંટણી ચેલેન્જિંગ રહી ન હતી. પરંતુ આ પેટાચૂંટણીમાં કુંવરજીની શાખ દાવ પર લાગી હતી. ચૂંટણીના થોડા મહિના પહેલા જ તેમણે પક્ષપલટો કરીને પોતાનું રાજકીય ઘર બદલ્યું હતું. આ પક્ષપલટા બાદ તેમને જસદણની જનતા સ્વીકારશે કે નહિ તેના પર મોટો પ્રશ્નાર્થ હતો. પરંતુ જસદણની જનતાએ કુંવરજી પર જ પસંદગી ઉતારી હતી. આ પહેલાની પાંચ વખતની જીત અને જનતા માટે કરેલા કામોથી તેઓ જસદણવાસીઓના મગજમાં ઘર કરી ગયા હતા. જેને કારણે તેઓ આજે જંગી જીત મેળવી શક્યા હતા.

બીજી તરફ કહી શકાય કે, આ જીત ભાજપની નહિ, પણ કુંવરજીની છે. 19985 લીડથી તેમણે કોંગ્રેસના અવસર નાકિયાને હરાવ્યો હતો. જોકે, તેઓ ચૂંટણી પહેલા પોતાની જીત થશે તેવી આશા વ્યક્ત કરી જ ચૂક્યા હતા. તેમની જીતના ગણિત તરફ જોઈએ તો, તો આ ચૂંટણીમાં તેઓ 20 હજાર જેટલી લીડથી જીત્યા છે. પરંતુ તેમની અગાઉની લીડની કેટેગરીમાં આ લીડ ચોથા સ્થાને છે. આ પહેલા ચાર વાર તેઓ 20 હજારની લીડથી જીતી ચૂક્યા છે. જેમાંથી 2007ની ચૂંટણીમાં તો તેઓ 25679 લીડથી જીત્યા હતા. જોકે, આ લીડથી એ સાબિત થાય છે કે, જસદણમાં કુંવરજીની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો આવ્યો નથી. 

જસદણ વિધાનસભા બેઠકનો કુંવરજી બાવળીયાનો અત્યાર સુધીનો રેકોર્ડ
                     
વર્ષ    ઉમેદવારનું નામ    પક્ષ    મત સંખ્યા (જીતનાર ઉમેદવાર)    જીતનો તફાવત (મતસંખ્યા)
2018       કુંવરજી બાવળીયા      ભાજપ    90, 262    19985
2017    કુંવરજી બાવળીયા    કોંગ્રેસ    84321    9277
2007    કુંવરજી બાવળીયા    કોંગ્રેસ    64674    25679
2002    કુંવરજી બાવળીયા    કોંગ્રેસ    71296    20599
1998    કુંવરજી બાવળીયા    કોંગ્રેસ    40473    13300
1995    કુંવરજી બાવળીયા    કોંગ્રેસ    46207    21604

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news