કોરોના કરતા ખતરનાક વાયરસના 323 સેમ્પલ આ દેશની લેબોરેટરીમાંથી ગાયબ થયા, લીક થયા તો બીજી મહામારી આવશે
Deadly Virus Missing : ઓસ્ટ્રેલિયાની લેબોરેટરીમાંથી ગાયબ થયેલા વાયરસનો જો ઉપયોગ થયો તો દુનિયાનો અંત આવી જશે, આ વાયરસનો હથિયાર તરીકે પણ ઉપયોગ થઈ શકે છે
Trending Photos
Australlia : ભલે કોરોના વાયરસ (કોવિડ 19) હવે ઈતિહાસની વાત બની ગયો છે, પરંતુ આજે પણ આ મહામારીને યાદ કરીને દુનિયા ડરી જાય છે. ઘણા અહેવાલો સામે આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે આ મહામારી ચીનના વુહાન શહેરની એક લેબથી આખી દુનિયામાં ફેલાઈ છે. વાયરસ સંબંધિત વધુ એક ડરામણી માહિતી સામે આવી છે. હકીકતમાં ઓસ્ટ્રેલિયાની લેબોરેટરીમાંથી ખતરનાક વાયરસના સેંકડો સેમ્પલ ગાયબ છે.
ત્રણ વાયરસના નમૂનાઓ ગુમ થયા
ક્વીન્સલેન્ડના આરોગ્ય પ્રધાન ટિમ નિકોલ્સે જણાવ્યું હતું કે લેબમાંથી જીવંત વાયરસના 323 નમૂનાઓ ગુમ થયા છે. જેમાં હેન્ડ્રા વાયરસના લગભગ 100 સેમ્પલ હતા, હંતા વાયરસના સેમ્પલ અને લસા વાયરસના 223 સેમ્પલ સામેલ છે. આ તમામ વાયરસ મનુષ્ય માટે અત્યંત ઘાતક છે.
ચોરી કરાયેલા વાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક
બોસ્ટન સ્થિત નોર્થ ઈસ્ટર્ન યુનિવર્સિટીના ડાયરેક્ટર સેમ સ્કાર્પિનો કહે છે કે ગુમ થયેલા તમામ વાયરસ તદ્દન ખતરનાક છે. કેટલાક હંટા વાયરસનો મૃત્યુદર 15 ટકા જેટલો હોય છે અથવા તે COVID-19 કરતાં 100 ગણો વધુ ઘાતક હોય છે. આ તમામ વાયરસ મનુષ્ય માટે અત્યંત ઘાતક છે. આ વાયરસના સેમ્પલ ગુમ થયા બાદ આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે.
અધિકારીઓને આશંકા છે કે આ વાયરસનો ઉપયોગ હથિયાર તરીકે પણ થઈ શકે છે. એવી આશંકા છે કે વાયરસ કોઈ નિષ્ણાત દ્વારા ચોરી કરવામાં આવ્યો છે. ડેઈલી મેઈલના રિપોર્ટ અનુસાર, આ સેમ્પલ 2021માં ગુમ થઈ ગયા હતા, પરંતુ હવે માહિતી સામે આવી છે.
તાજેતરમાં એવિયન ફ્લૂએ દસ્તક આપી હતી. WHO એ 2024માં આ વાયરસને વૈશ્વિક ખતરો જાહેર કર્યો છે, એટલે કે તે વૈશ્વિક મહામારી બની શકે છે. અત્યાર સુધી આ વાયરસ 108 દેશોમાં પોતાનો પગપેસારો કરી ચૂક્યો છે.
એવિયન ફ્લૂ કેટલો ખતરનાક છે?
એવિયન ફ્લૂને સામાન્ય રીતે બર્ડ ફ્લૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર આ વાયરસ વન્યજીવોમાં ફેલાયો છે. 500 થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ આ વાયરસથી પ્રભાવિત થઈ છે, જ્યારે 70 સસ્તન પ્રાણીઓની પ્રજાતિઓ સંક્રમિત થઈ છે. વૈજ્ઞાનિકોએ તેને H591 નામ આપ્યું છે. વર્ષ 2024ની શરૂઆતમાં એન્ટાર્કટિકામાં જેન્ટુ અને કિંગ પેંગ્વીનમાં આ વાયરસ પ્રથમવાર જોવા મળ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે