Daan ke Niyam: વર્ષના આ 5 દિવસે દાન ન કરવું, પિતૃ દોષ લાગશે અને નોકરી-વેપારમાં પણ થશે નુકસાન

Daan ke Niyam: શું તમે જાણો છો કે વર્ષ દરમિયાન એવા 5 દિવસો આવે છે જ્યારે કોઈપણ વસ્તુનું દાન કરવું અશુભ છે ?  આ દિવસે કરેલું દાન શુભ નહીં અશુભ ફળ આપે છે. તો ચાલો તમને જણાવીએ આ 5 દિવસો કયા છે.

Daan ke Niyam: વર્ષના આ 5 દિવસે દાન ન કરવું, પિતૃ દોષ લાગશે અને નોકરી-વેપારમાં પણ થશે નુકસાન

Daan ke Niyam: કોઈ વ્રત કે તહેવાર ત્યાં સુધી પૂર્ણ નથી ગણાતો જ્યાં સુધી જરૂરિયાતમંદોને દાન કરવામાં ન આવે. દાન એ સૌથી મોટું પુણ્ય છે. યથાશક્તિ બીજાની મદદ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે અને જીવનમાં ખુશીઓ વધારે છે. પરંતુ 99% લોકો એ વાત નથી જાણતા કે વર્ષ દરમિયાન એવા દિવસો પણ આવે છે જ્યારે ભૂલથી પણ દાન કરવું નહીં. આ દિવસો દરમ્યાન દાન કરવાની મનાઈ હોય છે. આ દિવસો દરમ્યાન જો દાન કરવામાં આવે તો આર્થિક સમસ્યા સાથે વ્યક્તિને પિતૃદોષ પણ લાગે છે. તો ચાલો તમને જણાવીએ એ દિવસો કયા છે જ્યારે દાન કરવું નહીં. 

ગુરુવારે દાન 

જ્યોતિષ નિષ્ણાંતો અનુસાર ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરાધના કરવાનો દિવસ છે. આ દિવસે કોઈને પણ પૈસા ઉધાર કે દાનમાં આપવા નહીં. આમ કરવાથી દાન આપનારને ધન હાનિનો સામનો કરવો પડે છે એવું માનવામાં આવે છે. 

સૂર્યાસ્ત પછી દાન

ધાર્મિક નિષ્ણાંતો અનુસાર દાન દેવું એક પુણ્ય કાર્ય છે પરંતુ આ કાર્ય દિવસ દરમિયાન જ કરવું જોઈએ. સૂર્યનો અસ્ત થઈ જાય પછી દહીં, દૂધ, હળદર કે તુલસીનો છોડ કોઈને આપવો નહીં. 

મૃત્યુ પછી તુરંત દાન 

હિન્દુ ધર્મ અનુસાર જો પરિવારમાં કોઈનું મૃત્યુ થઈ જાય તો તેરમાની વિધિ સુધી કોઈ પણ વસ્તુ દાનમાં આપવી નહીં. 13 દિવસ દરમિયાન દાન કરવાથી પિતૃદોષ લાગે છે. 

દિવાળી પર દાન 

દિવાળીમાં માતા લક્ષ્મીનો વાસ ઘરમાં થાય છે આ તહેવાર દરમિયાન જો તમે કોઈ વસ્તુ દાન કરો છો તો માતા લક્ષ્મી નારાજ થાય છે અને પરિવારને દરિદ્રતાનું સામનો કરવો પડે છે. 

ધનતેરસ 

ધનતેરસનો પર્વ દિવાળીની શરૂઆત હોય છે. આ દિવસે સાંજના સમયે મીઠું કોઈને આપવું અશુભ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે કોઈ મીઠું માંગવા આવે તો તેને નમ્રતાપૂર્વક ના કહી દેવી.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news