અવસર નાકિયાને તેમના ગામમાં પણ લીડ ન મળી

કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને પોતાના આસલપુર ગામમાંથી 514 મત મળ્યા હતા. જ્યારે તેની સામે બાવળિયાને 767 મત મળ્યા છે. આસલપુરમાંથી બાવળિયાને નાકિયા કરતા 250 મત વધારે મળ્યા છે.

અવસર નાકિયાને તેમના ગામમાં પણ લીડ ન મળી

જસદણ: જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ ભાજપનાં ઉમેદવાર કુંવરજી બાવળિયાનો ભવ્ય વિજય થયો છે. તો જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કુંવરજી બાવળિયા અને અવસર નાકિયા વચ્ચે ખરાખરીનો જંગે ઘણા દિવસોથી રાજકાણમાં ગરમાવો લાવી દીધો હતો. ત્યારે કુંવરજી બાવળિયાની જીત સાથે જ ભાજપનો 100 બેઠકનો લક્ષ્યાંક પરિપૂર્ણ થયો છે. આ બધી વાત વચ્ચે એક રસપ્રદ વાત સામે આવી છે જેમાં જાણવા મળ્યું કે અવસર નાકિયાને તેમના ગ્રામજનોએ સાથ આપ્યો નથી.

કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને પોતાના આસલપુર ગામમાંથી 514 મત મળ્યા હતા. જ્યારે તેની સામે બાવળિયાને 767 મત મળ્યા છે. આસલપુરમાંથી બાવળિયાને નાકિયા કરતા 250 મત વધારે મળ્યા છે. અવસર નાકિયાને જીતવામાં તેમના જ ગામના લોકોએ સાથ આપ્યો નહીં. આ વાતથી સાબિત થાય છે કે અવસર નાકિયાનું પ્રભુત્વ તેમના ગામમાં પણ નથી. 

જોકે સામાન્ય રીક્ષાચાલકથી રાજકારણમાં આવતા અવસર નાકિયાએ પણ કુંવરજી બાવળીયાને જોરદાર ટક્કર આપી હતી. પોતાની હાર સ્વીકારતા તેમણે મતદારોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, મેં પહેલીવાર ઉમેદવારી કરી છે આમ છતાં પણ લોકોએ ખોબલે ને ખોબલે લોકોએ મત આપ્યા છે. તમામ સમાજના મને મત મળ્યા છે અને તમામ સમાજનો હું આભાર માનું છું. તો બીજી તરફ ઈવીએમ વિશે આરોપ કરતા તેમણે કહ્યું કે, ઈવીએમમાં આડુંઅવડું કરીને ભાજપે જીત કરી હશે. મતદારોને પાછા કાઢેલા હતા.

ગુજરાતમાં ભાજપની શાખમાં ઉત્તરોત્તર વધારો થતો ગયો છે. જેને કારણે આજે જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ જસદણમાં ભાજપનાં ઉમેદવાર કુંવરજી બાવળિયાએ ભવ્ય જીત મેળવતાં ભાજપે પોતાની 100 બેઠકો પૂર્ણ કરી છે. આ પહેલા જસદણની બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતો હતો. પરંતુ ભાજપે ગઢના માલિકને જ પોતાના પક્ષમાં ખેંચી લીધો અને પોતાનો કબજો કરી લીધો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કુંવરજીભાઇ બાવળિયાને શુભેષ્છા પાઠવી હતી. તો કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે ત્રણ રાજ્યમાં જીત બાદ કોંગ્રેસ ઉત્સાહના અતિરેકમાં આવી ગઇ હતી, પરંતુ જસદણની જનતાએ તેમને નકારી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news