Morning Tips: સવારે આંખ ખુલે કે તરત આ 4 વસ્તુ ન જોવી, આખો દિવસ જશે ખરાબ, બનતા કામ બગડશે
Morning Tips: શાસ્ત્રો અનુસાર દિવસની શરુઆત જેવી થાય છે તેવો દિવસ પસાર થાય છે. 4 વસ્તુઓ એવી છે જે વ્યક્તિના દિવસને ખરાબ કરે છે. આ વસ્તુઓને સવારે ક્યારેય જોવી નહીં.
Trending Photos
Morning Tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે જાગીને કેટલીક વસ્તુઓ જોવી અશુભ છે. સવારે જાગીને જે પણ કામ કરવામાં આવે છે કે જે પણ વસ્તુને જોવામાં આવે છે તેનો પ્રભાવ દિવસ પર પડે છે. તેથી જ વડીલો પણ એવી આદતો અપનાવવાનું કહેતા હોય છે કે જેનાથી જીવનમાં સકારાત્મક ઉર્જા વધે. પરંતુ જો સવારની શરૂઆત જ ખોટી રીતે કરવામાં આવે તો સમસ્યાનું કારણ બની જાય છે તો ચાલો તમને જણાવીએ સવારના સમયે કઈ વસ્તુઓ જોવાથી દિવસ ખરાબ જાય છે. આંખ ખુલતાની સાથે જ ક્યારેય આ 4 વસ્તુઓ જોવી નહીં. આ વસ્તુઓ જોવાથી આખો દિવસ ખરાબ થાય છે.
હિંસક પ્રાણીના ફોટો
ઘરમાં હિંસક, જંગલી જાનવરોના ફોટા રાખેલા હોય તો સવારે આંખ ખુલે કે તરત જ આ વસ્તુઓ જોવી નહીં. તેનાથી મનમાં નકારાત્મક વિચારો વધારે આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આવી તસવીરો ઘરમાં રાખવી જ નહીં.
પડછાયો
સવારે જાગીને સૌથી પહેલા પોતાનો પડછાયો જોવો પણ અશુભ છે. જ્યારે તમે સૂર્ય દર્શન માટે નીકળો અને પશ્ચિમ દિશામાં પોતાનો પડછાયો જોવો છો તો તે રાહુનો સંકેત માનવામાં આવે છે.
એઠા વાસણ
વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે ક્યારેય એઠા વાસણ રસોડામાં રાખવા નહીં. જો તમે સવારે જાગીને એઠા વાસણ જુઓ છો તો તે અશુભ ગણાય છે. તેથી રાત્રે જ વાસણ સાફ કરીને રાખવા.
અરીસો
સવારે જાગીને સૌથી પહેલા અરીસો જોવાનું પણ ટાળવું માનવામાં આવે છે કે રાતની નકારાત્મક ઉર્જા સવારે અરીસાના માધ્યમથી વ્યક્તિ પર અસર પાડી શકે છે. તેથી સવારે જાગીને સૌથી પહેલા અરીસો ન જોવો.
સવારે આ 3 કામ કરો
જો તમારે દિવસની શરૂઆતને શુભ બનાવવી હોય તો સવારે જાગીને સૌથી પહેલા પોતાની બંને હથેળીઓને જુઓ. હથેળી જોયા પછી બંને હાથને ચહેરા પર લગાવો. અને ભગવાનનો આભાર માનો.
ત્યાર પછી ભગવાનને પ્રાર્થના કરો કે દિવસની શરૂઆત સારી થઈ છે તે રીતે દિવસ પણ સારો જાય. અને ત્રીજું કામ સૂર્યદેવના દર્શન કરો.સૂર્યોદય પહેલા જાગી જવું અને ઉગતા સૂરજના રોજ દર્શન કરવાથી માનસિક અને આધ્યાત્મિક શક્તિ વધે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે