Aaradhya bachchan News

એશ્વર્યા અને આરાધ્યા હોસ્પિટલથી થયા ડિસ્ચાર્જ, 10 દિવસ પહેલા થયા હતા એડમિટ
બચ્ચન પરિવારની વહુ અને એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન અને તેમની દીકરી આરાધ્યા બચ્ચન નાણાવટી હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઇ ગયા છે. કોરોના પોઝિટિવ થયાના 5 દિવસ બાદ એશ્વર્યા અને આરાધ્યા નાણાવટી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમને 10 દિવસ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે, 11 જુલાના અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ 12 જુલાઇના એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહારાષ્ટ્રના હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ આ વાતની પુષ્ટિ કરી હતી. જો કે, જયા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
Jul 27,2020, 16:29 PM IST

Trending news