રાજકોટમાં વિધર્મી યુવકે હેવાનિયતની તમામ હદો કરી પાર! જુદી જુદી હોટલો અને ઘરે વારંવાર ઈજ્જત લૂંટી
રાજકોટમાં એક 16 વર્ષીય સગીરાને સ્કૂલવાન ચાલકે હવસનો શિકાર બનાવી છે, જુદી જુદી હોટલોમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું છે. પરિવારજનોને શંકા જતા છાત્રાનો ફોન તપાસતા ફાંડો ફુટયો હતો અને મામલો પોલીસમાં પહોંચ્યો હતો.
Trending Photos
ગૌરવ દવે/ રાજકોટ: રાજકોટ શહેર પોલીસ ચોપડે વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. કાલાવડ રોડ વિસ્તારમાં રહેતી અને ઘો.12માં અભ્યાસ કરતી છાત્રાને સ્કૂલવાન ચાલક વિધર્મી શખસે પ્રેમજાળમાં ફસાવી અનેકવાર દુષ્કર્મ આચર્યુ હતું અને છાત્રા વિધર્મી શખસ સાથે ફોનમાં ચેટ કરતી હોવાથી પરિવારજનોને શંકા જતા છાત્રાનો ફોન તપાસતા ફાંડો ફુટયો હતો અને મામલો પોલીસમાં પહોંચ્યો હતો.
- રાજકોટમાં 12માં ધોરણની છાત્રા સાથે દુષ્કર્મ...
- પ્રેમ જાળમાં ફસાવી વિધર્મી સ્કૂલ ચાલકે આચર્યું દુષ્કર્મ..
- પરિજનોએ છાત્રાનો મોબાઈલ તપાસતા ફૂટ્યો હતો ભાંડો.
રાજકોટમાં ધોરણ 12માં અભ્યાસ કરતી છાત્રા સાથે દુષ્કર્મની ઘટના બની હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ, ઘો.12માં અભ્યાસ કરતી છાત્રાને કાલાવડ રોડ પ્રેમમંદીર પાછળ આવેલા કવાર્ટરમાં રહેતો અને સ્કુલવાન ચલાવતો સેફ ઈલીયાઝ નામના વિધર્મી શખસની વાનમાં સ્કુલે જતી હતી. વિધર્મી સ્કૂલ વાન ચાલકે છાત્રા સાથે મિત્રતા કરી હતી બાદમાં બન્ને ઈન્સ્ટાગ્રામમાં ચેટ કરતા હતા. બન્ને વચ્ચે ગાઢ સંબંધ થતા વિધર્મી શખસે તેનો લાભ લઈ છાત્રાને વિવિધ સ્થળોએ લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતું. હાલ પોલીસે આરોપી સેફ ઇલીયાસની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
પોલીસના કહેવા મુજબ, છાત્રા તેના ફોનમાં વિધર્મી શખ્સ સાથે ચેટ કરતી હતી ત્યારે પરિવારને શંકા ઉપજતા છાત્રાનો ફોન લઈ તપાસતા સમગ્ર ઘટનાનો ભાંડો ફુટયો હતો અને આ અંગે છાત્રાને પરિવારજનોએ પુછતા તેણી સત્ય હકકીત પરિવારજનોને વર્ણાવી હતી. પરિવારજનો ભોગ બનનાર પુત્રીને લઈને યુનિવર્સિટી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પોલીસે વિધર્મી શખસ સામે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી શખ્સને તાકિદે ઝડપી લીધો હતો.
પ્રેમજાળમાં સગીર દીકરીઓને ફસાવી વિધર્મી યુવકો શિકાર બનાવતા હોવાની ઘટનાઓ સામે આવે છે. દીકરીઓ મોટી થતા માતા-પિતાએ પણ પોતાની જવાબદારી સમજીને મોબાઈલ અથવા સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતા હોય તો સમયાંતરે ચેકીંગ કરવું જોઈએ. પોલીસે આરોપીની ધરપકડ કરી આરોપીએ કેટલી સગીરાઓને પોતાનો શિકાર બનાવી છે અને કઈ કઈ હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું તે દિશામાં તપાસ શરૂ કરી છે.
બે હોટેલ અને ઘરે શારીરિક શોષણ કર્યું હોવાનો ઘટસ્ફોટ
સ્કૂલ વેન ચાલક આરોપી સૈફના ગઈકાલે જ 20મો જન્મદિવસ હતો અને હવે તેની આ સમય દરમિયાન જ દુષ્કર્મ અને પોકસો જેવા ગંભીર ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. ભોગ બનનાર છાત્રાને સાત-આઠ માસથી પોતાની વેનમાં સ્કૂલે તેડવા મૂકવા જતો હતો. જેમાંથી છ માસ પહેલા તેને લગ્નની લાલચ આપી પોતાની મોહજાળમાં ફસાવી હતી. તેની ઉપર રાજકોટની જુદી જુદી બે હોટલોમાં અને પોતાના ઘરે દુષ્કર્મ ગુજાયું હતું. તેણે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યાની શક્યતા છે. ખોટી આઈડી પ્રૂફ જો આપવામાં આવ્યાનું ખુલશે તો હોટલમાં ચેક ઈન કરનાર અને સગીરાને જો પ્રવેશ આપવામાં આવ્યાનું ખુલશે તો હોટલ માલિક સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ ઝોન 2ના ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે