અભિષેક બચ્ચને કોરોના વાયરસને આપી માત, ટ્વિટ કરી આપી આ જાણકારી

બચ્ચન પરિવારના તમામ સભ્યો બાદ હવે બોલિવુડ અભિનેતા અભિષેક બચ્ચન (Abhishek Bachchan)એ કોરોના વાયરસને માત આપી છે. થોડા દિવસો પહેલા કોરોના ટેસ્ટિંગ (Corona Test)માં સંક્રમિત આવ્યા બાદ અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને ત્યારબાદ એશ્વર્યા રાય બચ્ચન અને તેમની દિકરી આરાધ્યા રાય બચ્ચન હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યારે બચ્ચન પરિવારના બાકી સભ્યો સાજા થઇ ઘરે પહોંચી ગયા હતા માત્ર અભિષેક બચ્ચન હોસ્પિટલમાં દાખલ હતા. હવે અભિષેક બચ્ચને તેના ટ્વિટ દ્વારા કોરોના ટેસ્ટિંગ રિપોર્ટ (Corona Report) પણ નેગેટિવ આવ્યાની જાણકારી આપી છે.
અભિષેક બચ્ચને કોરોના વાયરસને આપી માત, ટ્વિટ કરી આપી આ જાણકારી

મુંબઇ: બચ્ચન પરિવારના તમામ સભ્યો બાદ હવે બોલિવુડ અભિનેતા અભિષેક બચ્ચન (Abhishek Bachchan)એ કોરોના વાયરસને માત આપી છે. થોડા દિવસો પહેલા કોરોના ટેસ્ટિંગ (Corona Test)માં સંક્રમિત આવ્યા બાદ અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને ત્યારબાદ એશ્વર્યા રાય બચ્ચન અને તેમની દિકરી આરાધ્યા રાય બચ્ચન હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યારે બચ્ચન પરિવારના બાકી સભ્યો સાજા થઇ ઘરે પહોંચી ગયા હતા માત્ર અભિષેક બચ્ચન હોસ્પિટલમાં દાખલ હતા. હવે અભિષેક બચ્ચને તેના ટ્વિટ દ્વારા કોરોના ટેસ્ટિંગ રિપોર્ટ (Corona Report) પણ નેગેટિવ આવ્યાની જાણકારી આપી છે.

અભિષેક બચ્ચને ટ્વિટ કરી જણાવ્યું હતું કે, 'વચન એ વચન છે. આજે બપોરે હું કોવિડ-19 નેગેટિવ આવ્યો છું!!! મેં તમને બધાને કહ્યું હતું કે હું તેને હરાવીશ. મારા અને મારા પરિવાર માટે પ્રાર્થના કરવા બદલ તમારો આભાર. હું નાણાવટી હોસ્પિટલના ડોકટરો, નર્સોનો ખૂબ જ આભાર માનું છું. THANK YOU!

— Abhishek Bachchan (@juniorbachchan) August 8, 2020

આ ટ્વિટમાં કોરોનાને માત આપ્યા બાદ અભિષેક બચ્ચનની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે. તે જ સમયે, આ ટ્વિટ પર ચાહકોને જબરદસ્ત પ્રતિક્રિયાઓ મળી રહી છે. જ્યારે તેમની તબિયત સારી હોય ત્યારે બધા જ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને જલ્દીથી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે પરંતુ હજી સુધી અભિષેક બચ્ચન ક્યારે ઘરે જશે તે અંગે કોઈ માહિતી આપી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news