એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

હવે સમાચાર આવ્યા છે કે અભિષેક બચ્ચનની પત્ની એશ્વર્યા રાય બચ્ચન અને તેની પુત્રી આરાધ્યા પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. 
 

એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

નવી દિલ્હીઃ શનિવારે રાત્રે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને અભિષેક બચ્ચનનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમના પરિવારને લઈને વધાની ચિંતા વધી ગઈ હતી. હવે સમાચાર મળી રહ્યાં છે કે અભિષેક બચ્ચનની પત્ની અને અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અને તેમની પુત્રી આરાધ્યાનો પણ કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

બીએમસીના આસિસ્ટન્ટ કમિશનર વિશ્વાસ મોટેએ ઝી ન્યૂઝને આપેલી જાણકારીમાં જણાવ્યું કે, નવા રિપોર્ટ અનુસાર એશ્વર્યા બચ્ચન અને તેમની પુત્રી આરાધ્યા બચ્ચન બંન્નેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

બાકી પરિવારનો રિપોર્ટ આવો છે
એશ્વર્યા રાય બચ્ચન - પોઝિટિવ
આરાધ્યા બચ્ચન - પોઝિટિવ
જયા બચ્ચન - નેગેટિવ
શ્વેતા બચ્ચન નંદા - નેગેટિવ
અગસ્યતા નંદા - નેગેટિવ
નવ્યા નવેલી નંદા - નેગેટિવ

માતા-પુત્રીનો પ્રથમ રેકોર્ડ નેગેટિવ આવ્યો હતો. સ્વેબ ટેસ્ટનો રિપોર્ટ સામે આવી ચુક્યો છે, જેમાં એશ્વર્યા રાય બચ્ચન અને તેમની પુત્રી આરાધ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરંતુ પરિવારના અન્ય સભ્યોનો બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન કોરોનાથી સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં દાખલ છે. બચ્ચન પરિવારના ચાર સભ્યો કોરોનાથી સંક્રમિત છે. અમિતાભ બચ્ચને છેલ્લા 10 દિવસમાં પોતાના સંપર્કમાં આવેલા લોકોને પોતાનો ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news