એશ્વર્યા અને આરાધ્યા હોસ્પિટલથી થયા ડિસ્ચાર્જ, 10 દિવસ પહેલા થયા હતા એડમિટ

બચ્ચન પરિવારની વહુ અને એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન અને તેમની દીકરી આરાધ્યા બચ્ચન નાણાવટી હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઇ ગયા છે. કોરોના પોઝિટિવ થયાના 5 દિવસ બાદ એશ્વર્યા અને આરાધ્યા નાણાવટી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમને 10 દિવસ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે, 11 જુલાના અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ 12 જુલાઇના એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહારાષ્ટ્રના હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ આ વાતની પુષ્ટિ કરી હતી. જો કે, જયા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
એશ્વર્યા અને આરાધ્યા હોસ્પિટલથી થયા ડિસ્ચાર્જ, 10 દિવસ પહેલા થયા હતા એડમિટ

નવી દિલ્હી: બચ્ચન પરિવારની વહુ અને એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન અને તેમની દીકરી આરાધ્યા બચ્ચન નાણાવટી હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઇ ગયા છે. કોરોના પોઝિટિવ થયાના 5 દિવસ બાદ એશ્વર્યા અને આરાધ્યા નાણાવટી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમને 10 દિવસ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે, 11 જુલાના અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ 12 જુલાઇના એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહારાષ્ટ્રના હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ આ વાતની પુષ્ટિ કરી હતી. જો કે, જયા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

તમને જણાવી દઇએ કે, એશ્વર્યા અને આરાધ્યા બંનેમાં લક્ષણ ન હતા અને તેમને Asymptomatic ગણાવવામાં આવ્યા હતા. જેના કારણે તેમને ઘરે આઇસોલેટ કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ એશ્વર્યામાં થોડા લક્ષણ દેખાયા હતા. જેને કારણે બંને એશ્વર્યા અને આરાધ્યાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 11 જુલાઇના અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, અભિષેકને સામાન્ય તાવ હતો અને અમિતાભ બચ્ચનને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ત્યારબાદ બંને હોસ્પિટલ ગયા હતા. અમિતાભ બચ્ચનના સ્વાસ્થ્ય માટે તેમના ચાહકો સતત પ્રાર્થના કરી રહ્યાં છે. કેટલીક જગ્યાએ બિગ બી અને તેમના પુત્રના સારા સ્વાસ્થ્ય માટે લોકો વ્રત, ઉપવાસ અને હવન પણ કરી રહ્યાં છે. ત્યારે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન પણ ડોક્ટર્સ અને તેમના ચાહકોનો આભાર માની રહ્યાં છે અને મુશ્કેલીના સમયમાં સાથ આપવા માટે તેમણે આભાર વ્યક્ત કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news