Donald Trump: સત્તા સંભાળવાની 24 કલાકમાં જ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, 10 લાખ ભારતીયો થશે નિરાશ!

US New Citizenship Rules: અમેરિકાના કમાન સંભાળતા જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ધડાધડ નિર્ણયો કરવા લાગ્યા છે. હવે ટ્રમ્પના એક આદેશે લાખો ભારતીયોને ચિંતામાં મુકી દીધા છે. 
 

Donald Trump: સત્તા સંભાળવાની 24 કલાકમાં જ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, 10 લાખ ભારતીયો થશે નિરાશ!

US New Citizenship Rules: અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યાને 24 કલાક જ થયા છે તેવામાં ટ્રમ્પના એક નિર્ણયે ભારતીયોને આંચકો આપ્યો છે. ટ્રમ્પના નવા આદેશથી ત્યાં રહેતા ભારતીયો પરેશાન છે. હવે યુએસમાં જન્મેલા બાળકોને આપોઆપ નાગરિકતા નહીં મળે જો તેમના માતા-પિતા ગ્રીન કાર્ડ ધારક અથવા યુએસ નાગરિક ન હોય. આ નિયમ ખાસ કરીને એવા ભારતીય પરિવારો માટે ફટકો છે જેઓ લાંબા સમયથી ગ્રીન કાર્ડ મેળવવા માટે કતારમાં છે.

શું છે નિયમ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે એક નવો આદેશ જાહેર કર્યો છે. જે અંતર્ગત અમેરિકામાં જન્મેલા બાળકોને નાગરિકતાનો અધિકાર ત્યારે જ મળશે જ્યારે તેમના માતા-પિતામાંથી ઓછામાં ઓછું એક અમેરિકન નાગરિક અથવા ગ્રીન કાર્ડ ધારક હોય. આ નિયમ એવા પરિવારોને પણ લાગુ પડશે જેઓ કાયદેસર રીતે અમેરિકામાં રહે છે. પરંતુ કામચલાઉ વિઝા (જેમ કે H-1B વર્ક વિઝા અથવા વિદ્યાર્થી વિઝા) પર છે.

ભારતીય પરિવારો પર અસર કેમ?
આશરે 10 લાખ ભારતીય પરિવાર રોજગાર આધારિત ગ્રીન કાર્ડ માટે રાહ જોઈ રહ્યાં છે. અત્યાર સુધી જો તેના બાળકો અમેરિકામાં જન્મ લેતા હતા તો તેને નાગરિકતા મળી જતી હતી. તેનાથી પરિવારોને થોડી રાહત મળતી હતી. કારણ કે 21 વર્ષની ઉંમરે, તે બાળકો તેમના માતાપિતાને સ્પોન્સર કરી શકે છે. પરંતુ હવે આ વિકલ્પ ખતમ થઈ જશે.

શું કહે છે કાયદો અને એક્સપર્ટ?
યુએસ બંધારણનો 14મો સુધારો કહે છે કે અમેરિકામાં જન્મેલા તમામ બાળકોને નાગરિકતાનો અધિકાર છે. પરંતુ ટ્રમ્પના આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ નિયમ એવા બાળકો પર લાગુ નહીં થાય જેમના માતા-પિતા અસ્થાયી વિઝા પર છે. ઘણા કાનૂની નિષ્ણાતો તેને ગેરબંધારણીય ગણાવી રહ્યા છે. આ આદેશ સામે અનેક સંગઠનોએ કોર્ટમાં અરજી કરી છે. તેમનું કહેવું છે કે આ આદેશ યુએસ બંધારણ અને સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્ણયોની વિરુદ્ધ છે.

હવે આગળ શું?
જો આ નિયમ લાગુ થશે તો ભારતીય ઈમિગ્રન્ટ્સની મુશ્કેલીઓ વધશે. ગ્રીન કાર્ડ માટે લાંબી કતારોમાં ઉભેલા પરિવારો તેમના બાળકોના ભવિષ્ય વિશે ચિંતિત છે. જો કે આ આદેશને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અને તેનું ભવિષ્ય હવે કોર્ટના નિર્ણય પર નિર્ભર રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news