રોકાણકારો માટે મોટા સમાચાર! હવે IPO એલોટ થતાની સાથે જ વેચી શકાશે શેર, Sebi ની મોટી તૈયારી

Stock Market News: માર્કેટ રેગ્યુલેટર સેબી અનધિકૃત બજાર (ગ્રે માર્કેટ)ની ગતિવિધિઓ રોકવા માટે ફાળવણી કરાયેલા શેરોના ટ્રેડિંગ પર વિચાર કરી રહ્યું છે. 

રોકાણકારો માટે મોટા સમાચાર! હવે IPO એલોટ થતાની સાથે જ વેચી શકાશે શેર, Sebi ની મોટી તૈયારી

Pre-IPO Trading: આઈપીમાં રોકાણ કરતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. જલદી તમે ફાળવવામાં આવેલા શેરોને લિસ્ટિંગ પહેલા જ ટ્રેડ કરી શકશો. માર્કેટ રેગ્યુલેટર સેબી (Sebi) એક એવી સિસ્ટમ શરૂ કરવા પર વિચાર કરી રહ્યું છે કે જ્યાં રોકાણકારો ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) માં શેર ફાળવવામાં આવે તેની સાથે જ તેને વેચી શકાશે. સેબીના ચેરપર્સન માધવી પુરી બુચે કહ્યું કે ગ્રે માર્કેટની ગતિવિધિઓને રોકવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. 

પોર્ટલની શરૂઆત થશે
તેમણે એવી પણ જાહેરાત કરી કે બે ટોચની પ્રોક્સી સલાહકાર ફર્મ એક પોર્ટલ શરૂ કરશે  જે સંબંધિત પાર્ટી લેવડદેવડ માટે ભંડારની જેમ કામ કરશે અને હિતધારકો માટે કંપનીમાં સંચાલન માપદંડોનું આકલન કરવામાં ઉપયોગી થશે. 

લિસ્ટિંગ પહેલા વેચી શકાશે શેર
અત્રે જણાવવાનું કે હાલના દિવસોમાં અનેક આઈપીઓમાં ઘણું બધુ સબસ્ક્રિપ્શન જોવા મળ્યું છે અને અનેક વખત શેરોના લિસ્ટિંગ થયાના દિવસે રોકાણકારોને ભારે ફાયદો થયો છે. આવામાં ગ્રે માર્કેટની ગતિવિધિઓ વધી છે જ્યાં ફાળવણીની સ્થિતિમાં પહેલેથી નિર્ધારિત શરતોના આધાર પર શેરોને વેચી શકાય છે. 

બુચે એસોસિએશન ઓફ ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સ ઓફ ઈન્ડિયા (AIBI)ના એક કાર્યક્રમમાં કહ્યું કે અમને લાગે છે કે જો રોકાણકારો આમ કરવા માંગતા હોય તો તેમને યોગ્ય વિનિયમિત રીતે આ  તક કેમ ન આપવામાં આવે? તેમણે પત્રકારોને કહ્યું કે એવો વિચાર છે કે જે પણ ગ્રે માર્કેટમાં ચાલે છે, અમને લાગે છે કે તે ઠીક નથી. જો તમને  ફાળવણી મળી હોય અને તમે તમારા શેર વેચવા માંગતા હોવ તો તેને સંગઠિત બજારમાં વેચો. 

હાલમાં IPO ના બંધ થવા અને શેરોના લિસ્ટિંગ વચ્ચે ત્રણ દિવસનો પીરિયડ (T+3) હોય છે જ્યારે આઈપીઓ બંધ થયાના બે દિવસથી પણ ઓછા સમયમાં ફાળવણીને અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવે છે. ડિસેમ્બર 2023માં આઈપીઓની સમયમર્યાદા T+6 થી ઘટાડીને T+3 કરવામાં આવી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news