કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દીકરી આરાધ્યા કરતાં ઉંચી દેખાવા ઐશ્વર્યા રાયે આ શું કર્યું? PHOTOs જોઈને થઈ જશો આશ્ચર્યચકિત

Aaradhya Height: બોલિવુડ અભિનેત્રી અને પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્ચર્યા રાય બચ્ચન પરફેક્ટ બોડી મીજરમેન્ટસ માટે જાણીતી છે, તો બીજી બાજુ સૌથી લાંબી અભિનેતાઓની યાદીમાં અભિષેક બચ્ચનનો પણ સમાવેશ થાય છે. એવામાં ઐશ્ચર્યા અને તેની દીકરી આરાધ્યાની હાઈટ પણ ઘણી શાનદાર છે. 

1/6
image

આરાધ્યા તાજેતરમાં મમ્મી-પાપાની સાથે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે ગયેલી છે. અહીંથી આ સ્ટાર ફેમિલીની ઘણી બધી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે જે ઘણા ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

2/6
image

આ તસવીરો સામે આવ્યા બાદ આરાધ્યા બચ્ચની હાઈટની સૌથી વધુ ચર્ચાઓ થઈ રહી છે. જોકે, આ તસવીરોમાં આરાધ્યા ઘણી મોટી લાગી રહી છે. લંબાઈમાં આરાધ્યા પોતાની મમ્મીના કાનથી પણ ઉંચી જોવા મળી રહી છે. એટલું જ નહીં, રસપ્રદ વાત એ છે કે આ દરમિયાન ઐશ્વર્યા હાઈ હીલ્સ પહેરી રહી છે તો બીજી બાજુ ઐશ્વર્યા હાઈ હીલ્સમાં જોવા મળી રહી છે.

3/6
image

અગાઉ જ્યારે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જતી વખતે આ સ્ટાર ફેમિલીને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યું હતું, ત્યારે પણ આરાધ્યા સ્પોર્ટસ શૂઝમાં હતી અને ઐશ્ચર્યા રાય બચ્ચન બ્લેક હાઈ હીલ્સ બૂટમાં જોવા મળી હતી.

4/6
image

ઐશ્ચર્યા અને આરાધ્યાની આ તસવીરોને જોયા બાદ ફેન્સનું કહેવું છે કે ઐશ્ચર્યા આરાધ્યાથી લાંબી દેખાડવા માટે હાઈ હીલ્સ પહેરી રહી છે. તેની સાથે જ અમુક સોશિયલ મીડિયા યૂઝર્સનું કહેવું છે કે આરાધ્યની હાઈટ જો આ સ્પીડથી વધતી રહી તો આવનાર દિવસોમાં તે પોતાના પાપાને પણ ટક્કર આપવા લાગશે.

5/6
image

તમને જણાવી દઈએ કે આરાધ્યાની ઉંમર અત્યારે માત્ર 10 વર્ષની છે અને તે ક્યૂટનેસના મામલે તમામ સ્ટાર કિડ્સને ટક્કર આપી રહી છે. ઐશ્ચર્યા સોશિયલ મીડિયા પર ઘણી વખત પોતાની દીકરીની સાથે એકથી એક ચઢીયાતી ક્યૂટ સેલ્ફી શેર કરતી રહે છે.

6/6
image

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્ચર્યા દરેક વખતે પોતાની દીકરીને સાથે લઈને જાય છે. આ વર્ષે પણ ઐશ્ચર્યા અને આરાધ્યા અહીં ખુબ મસ્તી કરી રહી છે અને તમામ સેલેબ્સની સાથે બન્ને મા-દીકરીની એકથી એક ચઢીયાતી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.