બીસીસીઆઈ સાથે જોડાયેલા મુદ્દાની અરજીઓ પર બે સપ્તાહ બાદ સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ


કેગે હાલમાં કોર્ટનો દરવાજો ખખડાવતા 2016ના આદેશમાં સંસોધનની માગ કરી હતી જેથી તે બીસીસીઆઈ અને રાજ્ય ક્રિકેટ સંઘોના વાર્ષિક કે દ્વિવાર્ષિક નાણાકીય, અનુપાલન અને કામગીરી ઓડિટ કરી શકે. 

બીસીસીઆઈ સાથે જોડાયેલા મુદ્દાની અરજીઓ પર બે સપ્તાહ બાદ સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) સાથે જોડાયેલા મુદ્દાને ઉઠાવતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ બે સપ્તાહ બાદ સુનાવણી કરશે. આ મામલો મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડે અને ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવની પીઠની સમક્ષ સુનાવણી માટે આવ્યો હતો. તમિલનાડુ ક્રિકેટ સંઘ (ટીએનસીએ) અને હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (એચપીસીએ) તરફથી રજૂ વકીલોએ પીઠને જણાવ્યું કે, તેમણે આ મામલામાં અરજી દાખલ કરી છે અને તેને સુનાવણી માટે લિસ્ટેડ કરવી જોઈએ. 

ટીએનસીએ તરફથી રજૂ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે પીઠને કહ્યુ, 'અમે વચગાળાની અરજી દાખલ કરી છે જેને આજે સુનાવણી માટે લિસ્ટેડ કરવામાં આવી નથી. તેથી નિર્દેશ આપો કે અમારી વચગાળાની અરજીને કોર્ટમાં સુનાવણી માટે લિસ્ટેડ કરવામાં આવે.'

એચપીસીએ તરફથી રજૂ વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ પણ કહ્યુ કે, તેમણે દાખલ કરેલી અરજીને સુનાવણી માટે લિસ્ટેડ કરવામાં આવી નથી. પીઠે કહ્યું કે, આ અરજીઓ પર બે સપ્તાહ બાદ સુનાવણી થશે. કેગે હાલમાં કોર્ટનો દરવાજો ખખડાવતા 2016ના આદેશમાં સંસોધનની માગ કરી હતી જેથી તે બીસીસીઆઈ અને રાજ્ય ક્રિકેટ સંઘોના વાર્ષિક કે દ્વિવાર્ષિક નાણાકીય, અનુપાલન અને કામગીરી ઓડિટ કરી શકે. 

ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલી નહીં સ્ટીવ સ્મિથ છે નંબર વનઃ માર્નસ લાબુશેન

કેગે પોતાની અરજી 18 જુલાઈ 2016ના આદેશમાં સંશોધનની માગ કરી હતી, જેના દ્વારા સર્વોચ્ચ અદાલતે આરએમ લોઢા સમિતિની ભલામણોનો સ્વીકાર કર્યો હતો. જેમાં બીસીસીઆઈની સર્વોચ્ચ પરિષદ અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની સંચાલન પરિષદમાં કેગના એક નિમાયેલાને સામેલ કરવાનું સામેલ છે. 

કેગે કહ્યું કે, 35 રાજ્ય એસોસિએશનમાંથી 18એ અત્યાર સુધી નામાંકનનો આગ્રહ કર્યો છે, જ્યારે 17 અન્યએ હજુ નામાંકિત અધિકારીઓનો સંપર્ક કર્યો નથી. સુપ્રીમ કોર્ટે 18 જુલાઈ 2016ના પોતાના આદેશમાં કેગના નિમાયેલાને બીસીસીઆઈના સભ્યના રૂપમાં સામેલ કરવાની ન્યાયમૂર્તિ લોઢાની ભલામણને સહમતી આપતા કહ્યુ હતું કે તેનાથી ક્રિકેટની રાષ્ટ્રીય સંચાલન સંસ્થાના મામલામાં પારદર્શિતા અને નાણાકીય સુધારણા આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news