વ્યાજખોરનો આતંક: કેમિકલના વેપારીએ ધાબેથી છલાંગ લગાવીને કર્યો આપઘાત
ફરી એકવાર વ્યાજખોરના આતંકના કારણે એક વેપારીએ જીવ ગુમાવ્યો છે. આ વ્યાજખોર મહિને 5 ટકા વ્યાજ લેતો હતો. વેપારીના પરિવારને મારી નાખવાની ધમકી આપતા વેપારીએ કંટાળીને આપઘાત કર્યો. શુ છે સમગ્ર ઘટના જોઈએ આ અહેવાલમાં...
Trending Photos
ઉદય રંજન, અમદાવાદ: ફરી એકવાર વ્યાજખોરના આતંકના કારણે એક વેપારીએ જીવ ગુમાવ્યો છે. આ વ્યાજખોર મહિને 5 ટકા વ્યાજ લેતો હતો. વેપારીના પરિવારને મારી નાખવાની ધમકી આપતા વેપારીએ કંટાળીને આપઘાત કર્યો. શુ છે સમગ્ર ઘટના જોઈએ આ અહેવાલમાં...
આ પણ વાંચો:- સરકાર અમારી વાત નહીં સાંભળે તો ડિજિટલ પ્લેટફોર્મ પર આંદોલન કરવામાં આવશે: યુવરાજસિંહ જાડેજા
શહેરના પોષ વિસ્તાર એવા પ્રહલાદ નગરના સફલ પરીશરમાં રહેતો એક પરિવાર હાલ તેમના સ્વજનને યાદ કરી રહ્યો છે. ટિબડેવાલ પરિવારનું કહેવું છે કે, તેમના મોભી શુશીલ ભાઈ કેમિકલનો વ્યવસાય કરતા હતા. લોકડાઉનમાં બિઝનેસમાં સમસ્યા આવી. તેમણે થોડા સમય પહેલા ઓમ પંજાબી નામના વ્યક્તિ પાસેથી 20 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. અને તે પઠાની ઉઘરાણી કરતા શુશીલભાઈ કંટાળી ગયા અને મંગળવારે ધાબેથી છલાંગ લગાવી આપઘાત કર્યો.
આ પણ વાંચો:- ગ્રેડ પે મુદ્દે કેટલાક બની બેઠેલા નેતાઓ કર્મચારીઓને ગેરમાર્ગે દોરી રહ્યાં છે: નીતિન પટેલ
શુશીલભાઈના પુત્રનું કહેવું છે કે, શુશીલભાઈનો સવારે ફોન આવ્યો અને જલ્દી આવ તેવું કહેતા બહાર ગયેલા તેમના પુત્ર ગાડી લઈને પરત આવ્યા અને પિતાને ધાબેથી પડતું મુકતા દ્રશ્યો જોઈને દોડયા. તેમનો આક્ષેપ છે કે ઓમ પંજાબી લતીફ ગેંગ સાથે સંકળાયેલો હતો. તે ઊંચા કોન્ટેકટ ધરાવે છે. મહિને 5 ટકા વ્યાજ વસુલતો અને દબાણ કરી ધમકીઓ આપતો. જોકે પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી સીસીટીવી અને સુસાઇડ નોટના આધારે તપાસ હાથ ધરી છે.
વ્યાજખોરના ચક્રમાં અનેક લોકો પીસાઈ રહ્યા છે. આ વેપારી પણ મોતના મુખમાં ધકેલાઈ ગયા પણ અન્ય લોકો વ્યાજખોરના ત્રાસથી આવા પગલાં ન ભરે તે માટે હવે પરિવાર ન્યાય માંગી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે