ચા ગાળવાની સ્ટીલની ગરણી જરાય ગંદી ન રાખો; શરીરમાં ઘૂસી જશે બીમારીઓ, આ રીતે કરો ચોખ્ખી ચણક

ચા ગાળવા માટે ઉપયોગમાં લેવાતી સ્ટીલની ગરણીની જો નિયમિત રીતે સફાઈ કરવામાં ન આવે તો અનેક બીમારીઓને આમંત્રણ મળી શકે. આ મેલી ઘેલી ચાની ગરણી કેટલી ખતરનાક હોઈ શકે અને તેને સાફ રાખવા શું કરવું એ અમે તમને આજે જણાવીશું. 

ચા ગાળવાની સ્ટીલની ગરણી જરાય ગંદી ન રાખો; શરીરમાં ઘૂસી જશે બીમારીઓ, આ રીતે કરો ચોખ્ખી ચણક

Steel Tea Sieve Cleaning: આપણા રસોડામાં ઉપયોગમાં લેવાતા વાસણો અને ચીજોની સફાઈ સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે. જેમાંથી એક એકદમ નાની પરંતુ ખુબ જ જરૂરી વસ્તુ છે ચા ગાળવાની ગરણી. પ્લાસ્ટિકની સાથે સાથે સ્ટીલની ગરણી પણ ઉપયોગમાં લેવાતી હોય છે. હવે જો આ ગરણી ગંદી થઈ જાય, કાળી પડી જાય અને છતાં તેનો ઉપયોગ થયા કરે તો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે. કારણ કે આવી ગરણી કીટાણુઓનું ઘર બની શકે છે. નિયમિત રીતે સફાઈ કરવામાં ન આવે તો અનેક બીમારીઓને આમંત્રણ મળી શકે. આ મેલી ઘેલી ચાની ગરણી કેટલી ખતરનાક હોઈ શકે અને તેને સાફ રાખવા શું કરવું એ અમે તમને આજે જણાવીશું. 

મેલી ગરણી કેમ ખતરનાક?
ચાની આ ગરણીમાં ખુબ જ નાના નાના કાણા હોય છે. જ્યાં ચા પત્તી અને ગંદકી જામી જાય છે. સમય જાય તેમ તે ગંદો કચરો જામતો જાય છે. જેને સાફ કરવું ખુબ મુશ્કેલ બને છે. આ ગંદકી બેક્ટેરિયા અને ફંગસને વધવાની તક આપે છે. જ્યારે તમે આ મેલી ચાની ગરણીનો ઉપયોગ કરો છો તો તેમાં રહેલા કીટાણુઓ ચામાં પણ મિક્સ થઈ શકે અને પેટમાં જતા બીમારીઓ કે ઈન્ફેક્શન થઈ શકે. 

ચાની ગરણી સાફ કરવાની સરળ રીત

1. ગરમ પાણી અને સરકો
એક વાસણમાં ગરમ પાણી લો અને પછી તેમાં 2-3 ચમચી સફેદ સરકો નાખો. આ મિશ્રણમાં ચાની ગરણીને 15થી 20 મિનિટ સુધી ડૂબાડી રાખો. ત્યારબાદ ટૂથબ્રશ લઈને તેને હળવા હાથથી સાફ કરો. સરકો બેક્ટેરિયાનો નાશ કરે છે અને ગંદકીને હળવી કરે છે. 

2. બેકિંગ સોડા અને લીંબુ
ચાની ગરણી પર બેકિંગ સોડા છાંટો અને તેના પર પછી લીંબુનો રસ નાખો. થોડો સમય તેને એમ જ રહેવા દો. ત્યારબાદ ગરણીને બરાબર ઘસીને સાફ ક રો. તેનાથી ગરણી ચમકદાર બનવાની સાથે સાથે બેક્ટેરિયાનો પણ ખાતમો થશે. 

3. ડિશવોશ અને ગરમ પાણી
ડિશવોશ લિક્વિડને ગરમ પાણીમાં ભેળવીને મિક્સ કરી લો અને પછી તેમાં ગરણીને થોડીવાર ડૂબાડી રાખો. પછી બ્રશની મદદથી તેને સારી રીતે સાફ કરો. 

4. મીઠાનો ઉપયોગ કરો
જો ગરણી પર જિદ્દી ડાઘા હોય તો તેના પર મીઠું નાખો  અને બ્રશથી ઘસો. મીઠું એક નેચરલ સ્ક્રબનું કામ કરે છે. 

5. આગમાં ગરમ કરો
જ્યારે તમે સ્ટીલની ગરણીની સફાઈ કરી લો તો ત્યારબાદ અંતમાં તે ગરણીને આગમાં ગરમ કરો. આવામાં કિટાણુઓનું નામો નિશાન મટી જાય છે. 

રેગ્યુલર ક્લિનિંગ કેમ જરૂરી?
ચાની ગરણીની નિયમિત સફાઈથી તે લાંબા સમય સુધી ટકાઉ બને છે અને સ્વાસ્થ્યને પણ સુરક્ષિત રાખે છે. દરરોજ ઉપયોગ કર્યા બાદ તેને તરત જ સાફ કરવાની આદત પાડો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news