Hair Fall: કાંસકામાં નહીં દેખાય એક પણ વાળ, આ 4 રીતે કરો મીઠા લીમડાનો ઉપયોગ, વાળના મૂળ થઈ જશે મજબૂત

How To Stop Hair Fall: શિયાળાની ઋતુમાં વાળ સંબંધિત અનેક સમસ્યાઓ વધી જતી હોય છે. જેમાં સૌથી વધુ ખરતા વાળની સમસ્યા રહે છે. જો તમે વાળને ખરતા અટકાવવા માંગતા હોય તો મીઠો લીમડો ઉપયોગી સાબિત થશે.

Hair Fall: કાંસકામાં નહીં દેખાય એક પણ વાળ, આ 4 રીતે કરો મીઠા લીમડાનો ઉપયોગ, વાળના મૂળ થઈ જશે મજબૂત

How To Stop Hair Fall: ખરતા વાળ એવી સમસ્યા છે જેનાથી મોટાભાગના લોકો પરેશાન હોય છે. તેમાં પણ શિયાળામાં આ તકલીફ વધી જતી હોય છે. ખરતા વાળની સમસ્યાને દૂર કરવી હોય તો મીઠા લીમડાના પાન ઉપયોગી સાબિત થઈ શકે છે. મીઠા લીમડાના પાન એવા ગુણથી ભરપૂર હોય છે જે વાળને મજબૂત બનાવે છે અને ખરતા અટકાવે છે. મીઠા લીમડાનો ઉપયોગ તમે અલગ અલગ રીતે વાળ પર કરી શકો છો આજે તમને વાળ માટેના 4 હેર માસ્ક વિશે જણાવીએ જે તમારા ખરતા વાળની સમસ્યાને દૂર કરશે અને વાળના મૂળને મજબૂત બનાવશે. 

નાળિયેર તેલ અને મીઠો લીમડો 

આ હેર ટોનિક બનાવવા માટે નાળિયેર તેલ અને મીઠા લીમડાની જરૂર પડશે. નાળિયેર તેલ ફેટી એસિડથી ભરપૂર હોય છે તે વાળને હેલ્ધી બનાવે છે. એક વાટકીમાં નાળિયેર તેલને ગરમ કરો અને તેમાં મીઠા લીમડાના પાન ઉમેરી દો. જ્યારે મીઠા લીમડાના પાન બરાબર તેલમાં શેકાઈ જાય તો ગેસ બંધ કરી દો. ત્યાર પછી તેલને ગાળી લો અને વાળમાં ચંપી કરો. 

ડુંગળીનો રસ અને લીમડાના પાન 

ડુંગળીનો રસ કાઢીને તેમાં મીઠા લીમડાના પાનની પેસ્ટ બનાવીને ઉમેરો. આ હેર માસ્કને વાળમાં સારી રીતે લગાવો. આ હેર માસ્ક ને 40 થી 50 મિનિટ સુધી વાળમાં રહેવા દો. ત્યાર પછી વાળને ધોઈ લેવા. 

આમળા મેથી અને મીઠો લીમડો 

આ નુસખો એકદમ સરળ છે અને સૌથી અસરકારક પણ છે. તેના માટે અડધા કપ જેટલા મીઠા લીમડાના પાન લેવા. તેમાં પલાળેલી મેથી અને એક થી બે તાજા આમળાના ટુકડા ઉમેરી પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટને વાળમાં લગાવી અડધી કલાક સુધી રાખો. ત્યાર પછી વાળ ધોઈ લેવા. આ ઉપાયથી ખરતા વાળ પણ અટકશે અને સફેદ વાળ પણ કાળા થશે. 

મીઠો લીમડો અને દહીં 

આ હેર માસ્ક સરળતાથી બની જશે. તેને બનાવવા માટે મીઠા લીમડાના પાનની પેસ્ટ કરી તેમાં દહીં ઉમેરો આ મિશ્રણને વાળમાં સારી રીતે લગાવો એક કલાક સુધી આ હેર માસ્કને વાળમાં રહેવા દો અને પછી હેર વોશ કરી લો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news