વાળ માટે રામબાણ છે આ વસ્તુ! આ રીતે ઘરે જ તૈયાર કરો હેર માસ્ક, વાળ બનશે મજબૂત અને ચમકદાર
Ghee Hair Mask: શિયાળામાં જો તમારા વાળની ખાસ કાળજી રાખવા માંગો છો, તો તેના માટે કેમિકલ પ્રોડક્ટ્સને તમારા વાળથી દૂર રાખીને ઘીમાંથી બનેલા હેર માસ્કને તમારા વાળમાં લગાવી શકો છો.
Trending Photos
Ghee Hair Mask: શિયાળામાં આપણા વાળની ખાસ કાળજી લેવી જરૂરી છે, કારણ કે આ સમયે આપણા વાળ શુષ્ક અને નિર્જીવ બની જાય છે. આવી સ્થિતિમાં તમારા વાળને જરૂરી પોષક તત્વોની જરૂર હોય છે. જો તમે તમારા વાળને હેલ્ધી અને જાડા બનાવવા માંગો છો, તો તમે કેમિકલ પ્રોડક્ટ્સને છોડીને ઘર પર જ ઘીનો ઉપયોગ કરીને હેર કેર માસ્ક તૈયાર કરી શકો છો. ઘી તમારા વાળને કુદરતી રીતે સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. આ સાથે તે વાળની ચમક પણ વધારે છે. ચાલો જાણીએ કે વાળનો ગ્રોથ વધારવા માટે આપણે ઘીમાંથી હેર માસ્ક કેવી રીતે તૈયાર કરી શકીએ?
સામગ્રી
ઘી - 2 ચમચી
એરંડાનું તેલ - 2 ચમચી
નાળિયેર તેલ - 2 ચમચી
હેર માસ્ક બનાવવાની પદ્ધતિ
- સૌ પ્રથમ એક બાઉલમાં ઘી, નારિયેળ તેલ અને એરંડાનું તેલ સરખા પ્રમાણમાં લો.
- આ પછી આ ત્રણેયને સારી રીતે મિક્સ કરી લો.
- આ પેસ્ટને થોડી હૂંફાળું બનાવો, જેથી તે તમારા માથાની ચામડી પર સરળતાથી શોષાઈ શકે.
- હવે આ પેસ્ટને મૂળથી લઈને આખા વાળ સુધી સારી રીતે લગાવો.
- આ પછી તેને 1 થી 2 કલાક માટે રાખો અથવા તેને આખી રાત છોડી દો.
- હવે તમારા વાળને શેમ્પૂથી ઘોઈ લો.
આ હેર માસ્કના ફાયદા
ઘીમાં વિટામિન A અને D ભરપૂર હોય છે, જે વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. એરંડાના તેલમાં હાજર ફેટી એસિડ વાળના ગ્રોથમાં મદદ કરે છે. આ તમારા વાળને મજબૂત બનાવે છે. નાળિયેર તેલ અને ઘીનું મિશ્રણ સ્કેલ્પને મોઇશ્ચરાઇઝ કરે છે અને ડેન્ડ્રફની સમસ્યાને દૂર રાખે છે.
Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે