Night Routine: 50 વર્ષે પણ દેખાશો 30 જેવા જુવાન, સુતા પહેલા રોજ કરો આ 3 કામ
Night Routine: રાત્રે પથારીમાં પડયાની સાથે જ ઘસઘસાટ ઊંઘ આવી જાય એવા નસીબ અમુક લોકોના જ હોય છે. આજના સમયમાં મોટાભાગના લોકોની સમસ્યા હોય છે કે રાત્રે તેમને મોડે સુધી ઊંઘ નથી આવતી. રાત્રે મોડે સુધી ઊંઘ ન આવવાના કારણે બીજા દિવસે સવારે જાગવામાં પણ તકલીફ પડે છે.
Trending Photos
Night Routine: રાત્રે પથારીમાં પડયાની સાથે જ ઘસઘસાટ ઊંઘ આવી જાય એવા નસીબ અમુક લોકોના જ હોય છે. આજના સમયમાં મોટાભાગના લોકોની સમસ્યા હોય છે કે રાત્રે તેમને મોડે સુધી ઊંઘ નથી આવતી. રાત્રે મોડે સુધી ઊંઘ ન આવવાના કારણે બીજા દિવસે સવારે જાગવામાં પણ તકલીફ પડે છે. જેના કારણે શરીર અને ત્વચાને સૌથી વધુ અસર થાય છે. સ્વાસ્થ્ય અને સુંદરતાને વર્ષો સુધી જાળવી રાખવા માટે રોજ એક ખાસ રૂટીન ફોલો કરવું જરૂરી છે. જો રાત્રે સુતા પહેલા તમે આ રૂટીનને ફોલો કરો છો તો ઊંઘ પણ સારી આવશે અને બીજા દિવસે જાગવામાં પણ તકલીફ નહીં પડે.
રાત્રે ફોલો કરો આ રૂટીન
જો રાત્રે સુતા પહેલા તમે બસ 3 કામ કરો છો તો તેના ઘણા બધા ફાયદા થાય છે. સૌથી મોટો ફાયદો તો એ થશે કે તમને ઝડપથી અને સારી ઊંઘ આવશે. તમે નિયમિત રીતે સારી ઊંઘ કરી શકશો અને ઘણી બધી બીમારીઓથી છુટકારો મળવા લાગશે. અને સૌથી બેસ્ટ વાત એ છે કે તેનાથી વર્ષો સુધી તમે યુવાન દેખાશો. જો તમે એક પણ રૂપિયો ખર્ચ કર્યા વિના જ પોતાના જીવનમાં આ ફેરફારનો અનુભવ કરવા માંગો છો તો આ ટિપ્સ આજથી જ ફોલો કરવા લાગો. રાત્રે સુતા પહેલા બસ આ 3 કામ રોજ કરી લેવા.
સુતા પહેલા કરો આ 3 કામ
1. રાત્રે સુતા પહેલા સૌથી પહેલા થોડા ડ્રાયફ્રૂટ્સને પાણીમાં પલાળી દેવા. જેથી સવારે જાગીને તમે સૌથી પહેલા આ ડ્રાયફ્રુટ ખાઈ શકો. રાત્રે પલાળેલા ડ્રાયફ્રુટ સવારે ખાવાથી વાળ અને સ્કીનને ફાયદો થાય છે. રાત્રે પાણીમાં પલાળવાના ડ્રાયફ્રુટમાં પાંચ બદામ, ત્રણ અખરોટ અને ચાર કાજુ લેવા. આ ડ્રાયફ્રૂટને ખાવાથી શરીરને જરૂરી પ્રોટીન વિટામીન અને અન્ય પોષક તત્વો મળી રહે છે.
2. રાત્રે સુતા પહેલા બીજા દિવસનું પ્લાનિંગ કરી લો. જેથી તમારે સવારે જાગીને એ વિચારવું ન પડે કે આજે શું કરવાનું છે અને શું નહીં. સવારે જાગો ત્યારે તમે એકદમ ક્લિયર હશો કે આજના દિવસમાં તમારે કયા કામ કરવાના છે. નવા દિવસની શરૂઆત હંમેશા મેડીટેશન અને સકારાત્મક વિચાર સાથે કરવી. આ બધું જ પ્લાનિંગ રાત્રે કરી લેવું.
3. રાત્રે કરવાનું ત્રીજું કામ એ છે કે સુવાના એક કલાક પહેલાથી ટીવી, મોબાઈલ અને લેપટોપ જેવી વસ્તુઓથી દુર રહો. રાત્રે ઊંઘ આવવામાં સમસ્યા થતી હોય તો પુસ્તક વાંચી શકો છો. આ સિવાય કેટલીક મેડીટેશન પ્રેક્ટિસ પણ કરી શકો છો. પરંતુ રાત્રે પથારીમાં સુવો ત્યારથી જ મોબાઇલને તો દુર જ રાખી દેવો. એટલે કે મોબાઈલનો ઉપયોગ ન કરવો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે