Radhika Merchant: રાધિકા મર્ચંટે વર્ષ 2024 માં બનાવ્યો ખાસ રેકોર્ડ, એક ઝાટકે દીપિકા-કૈટરીનાને છોડી દીધી પાછળ
Radhika Merchant: વર્ષ 2025 ની શરૂઆત પહેલા એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટ એવું છે કે વર્ષ 2024 માં google પર સૌથી વધુ સર્ચ થયા હોય તેવા 10 લોકો કોણ છે? જેમાં રાધિકા મર્ચન્ટે દેશના મોટા મોટા કલાકારોને પણ માત આપી છે. આ લિસ્ટમાં રાધિકા મર્ચન્ટ આઠમાં નંબરે છે.
Trending Photos
Radhika Merchant: વર્ષ 2024 બોલીવુડ, રાજકારણ, રમત જગત અને બિઝનેસ વર્લ્ડ માટે ખાસ રહ્યું. વર્ષ 2024 માં ભારતમાં મોટી મોટી ઇવેન્ટ પણ થઈ. આ વર્ષમાં અલગ અલગ લોકોએ અલગ અલગ ફીલ્ડમાં ખાસ કામો પણ કર્યા. જેના કારણે google પર તેમને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા. Google સર્ચની બાબતમાં બોલીવુડની દિગ્ગજ અભિનેત્રીઓને પણ અંબાણી ખાનદાની નવી વહુ રાધિકા મર્ચન્ટે પાછળ છોડી દીધી. રાધિકા મર્ચન્ટના નામે વર્ષ 2024માં ખાસ રેકોર્ડ નોંધાયો.
રાધિકા મર્ચન્ટ માટે વર્ષ 2024 ખુશીઓથી ભરેલું રહ્યું. કારણ કે આ વર્ષ માટે અનંત અંબાણી સાથે તેના લગ્ન થયા અને તે અંબાણી પરિવારની વહુ બની. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના ફંકશન વર્ષ 2024 માં સૌથી વધુ ચર્ચામાં રહ્યા. લગ્ન પહેલા 1 થી 3 માર્ચ સુધી બંનેના પ્રી વેડિંગ ફંક્શન જામનગરમાં થયા. જેમાં 3 દિવસ સુધી બોલીવુડથી લઈને હોલીવુડના કલાકારો, દુનિયાભરના બિઝનેસમેન અને ખેલજગતની સેલિબ્રિટી જામનગર પહોંચી હતી. ત્યાર પછી બીજું પ્રિ વેડિંગ ફંક્શન 28 મેથી 1 જુન સુધી ચાલ્યું. અને ત્યાર પછી 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના ધામધૂમથી લગ્ન થયા. 2024 ની શરૂઆતથી 12 જુલાઈ સુધી રાધિકા મર્ચન્ટ લાઈમલાઈટમાં રહી.
વર્ષ 2025 ની શરૂઆત પહેલા એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટ એવું છે કે વર્ષ 2024 માં google પર સૌથી વધુ સર્ચ થયા હોય તેવા 10 લોકો કોણ છે? જેમાં રાધિકા મર્ચન્ટે દેશના મોટા મોટા કલાકારોને પણ માત આપી છે. આ લિસ્ટમાં રાધિકા મર્ચન્ટ આઠમાં નંબરે છે.
વર્ષ 2024માં google પર સૌથી વધુ સર્ચ થયા આ 10 લોકો
વિનેશ ફોગાટ
નિતીશ કુમાર
ચિરાગ પાસવાન
હાર્દિક પંડ્યા
પવન કલ્યાણ
શશાંક સિંહ
પૂનમ પાંડે
રાધિકા મર્ચેંટ
અભિષેક શર્મા
લક્ષ્ય સેન
આ સાથે જ ફિલ્મોનું લિસ્ટ પર જાહેર થયું છે. વર્ષ 20024 માં google પર સૌથી વધુ સર્ચ કરવામાં આવી હોય તે ફિલ્મોની લિસ્ટમાં સ્ત્રી 2, કલકી અને લાપતા લેડીઝનો સમાવેશ થાય છે. જ્યારે મોસ્ટ સર્ચ શોમાં સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ હીરા મંડી ટોપ પર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે