Weight Loss: આ શાકભાજીનો જ્યુસ કરશે જાદુ, બહાર નીકળેલું પેટ ગણતરીના દિવસોમાં થશે અંદર

Weight Loss: વજન ઘટાડવા માટે કસરત કરવાની સાથે આહાર પર ધ્યાન આપવું પણ જરૂરી છે. વજન ઘટાડવું હોય તો દિવસની શરુઆત આ 3 માંથી કોઈ એક જ્યુસ સાથે કરી શકો છો. આ જ્યુસ શરીરનું વજન ઝડપથી ઉતારે છે. આ જ્યુસનું સેવન કરવાથી ગણતરીના દિવસોમાં તમારું વધેલું પેટ ગાયબ થવા લાગશે. 

Weight Loss: આ શાકભાજીનો જ્યુસ કરશે જાદુ, બહાર નીકળેલું પેટ ગણતરીના દિવસોમાં થશે અંદર

Weight Loss: વધેલા વજનને ઓછું કરવું પડકાર સમાન બાબત હોય છે. કારણ કે આ કામ કરવા માટે દિવસ રાત એક કરીને મહેનત કરવી પડે છે. ફક્ત ડાયટિંગ કરવાથી કે ફક્ત એક્સરસાઇઝ કરવાથી વજન ઘટતું નથી તેના માટે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. ખાસ કરીને જો તમારો આહાર યોગ્ય નહીં હોય તો તમે કેટલી પણ મહેનત કરશો તમારું વજન નહીં ઘટે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ જણાવે છે કે જો વજન ઘટાડવું હોય તો દૈનિક આહારમાં નિયમિત કેટલાક જ્યુસનું સેવન કરવાથી ફાયદો ઝડપથી થાય છે. આજે તમને એવા જ શાકભાજીના જોશ વિશે જણાવીએ જેનું સેવન કરવાથી વજન ઝડપથી ઘટે છે.

ગાજરનો જ્યુસ

આ પણ વાંચો:

વજન ઘટાડવા માટે તમે ગાજરનો જ્યુસ પી શકો છો. આમ તો ગાજર શિયાળામાં મળતી વસ્તુ છે પરંતુ હવે બારેમાસ કે સરળતાથી મળી રહે છે. ગાજર ફાઇબરથી ભરપૂર હોય છે દિવસની શરૂઆત તમે ગાજરનો જ્યુસ થી કરશો તો કલાકો સુધી ભૂખ નહીં લાગે અને શરીરમાં એનર્જી પણ રહેશે જેના કારણે વજન ઝડપથી ઉતરશે.

કારેલાનો રસ

કારેલા એવું શાક છે જેને ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે પરંતુ તકલીફ એ હોય છે કે કારેલાના કડવા સ્વાદને લીધે મોટા ભાગના લોકો તેને ખાવાનું ટાળે છે. પરંતુ સ્વાસ્થ્યની સિદ્ધાંતો જણાવે છે કે કારેલા નો જ્યુસ પીવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને શરીર સ્વસ્થ પણ રહે છે. કારેલા થી થતા ફાયદા મેળવવા માટે જરૂરી નથી કે તમે એક ગ્લાસ કારેલાનું જ્યુસ પીવો રોજ બે ચમચી કારેલા નો રસ પી લેવાથી પણ શરીરને ફાયદા થશે.

બીટનો રસ

વજન ઘટાડવાની વાત આવે તો બીટનો રસ સૌથી અસરકારક માનવામાં આવે છે. બીટ ફાઇબરથી ભરપૂર હોય છે અને તેનું સેવન કરવાથી કલાકો સુધી તમારું પેટ ભરેલું રહેશે જેના કારણે કમર અને પેટની ચરબી સૌથી ઝડપથી ઘટવા લાગશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news