IAS Raj Shekhar એ સરકારી બસમાં મુસાફરી કરી જાણી હકિકત, 13 કંડક્ટરોને કર્યા સસ્પેંડ
કાનપુર કમિશ્નર ડો. રાજ શેખરનો એક વીડિયો સોશિયલ મીડીયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં કમિશ્રનર રાજશેખર એક સામાન્ય વ્યક્તિની માફક સરકારી બસની મુસાફરી કરતાં જોવા મળે છે.
Trending Photos
લખનઉ: કાનપુર કમિશ્નર ડો. રાજ શેખરનો એક વીડિયો સોશિયલ મીડીયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં કમિશ્રનર રાજશેખર એક સામાન્ય વ્યક્તિની માફક સરકારી બસની મુસાફરી કરતાં જોવા મળે છે. કમિશ્નરે આવું સિટી બસોની હકિકત જાણવા માટે કર્યું. કમિશ્નરના ગ્રાઉન્ડ પર કરવામાં આવેલા આ રિયાલિટી ચેક બાદ પરિવહન વિભાગમાં હડકંપન મચી ગયો છે.
13 બસ કંડક્ટર, 14 ડ્રાઇવરો પર ગાજ
કમિશ્નર રાજેશખર ઉપરાંત જિલ્લાના વધુ 7 ઓફિસરોએ પણ બસની સવારી કરી. તમામ બસોમાં ડ્રાઇવર-કંડક્ટર માસ્ક-વર્દી વિના મળ્યા. આ ઉપરાંત કમિશ્નર રાજશેખરે ટિકીટની ગરબડી પણ પકડી. કંડ્કટરે કેટલાક યાત્રીઓ પાસે પૈસા તો લીધા પરંતુ ટિકીટ ન આપી. કમિશ્નરે તાત્કાલિક પ્રભાવથી 13 બસ કંડક્ટરોને સસ્પેંડ તો 14 બસ ડ્રાઇવરોની સેવા સમાપ્ત કરી દીધી છે. બેદકારી માટે અમલીકરણ ટીમ વિરૂદ્ધ પણ કાર્યવાહીના આદેશ આપ્યા છે.
“Ground Reality Check” of City Bus services as a General Passenger.
It gives immense first hand experience & exposure of Ground situation so that Better strategy can be planned for Improvement of Public Services.@CMOfficeUP@ChiefSecyUP@NagarVikasUP pic.twitter.com/HlQhAFmQpF
— Raj Shekhar IAS (@rajiasup) September 2, 2021
એઆરએમને નોટિસ
કમિશ્નરે બસોના મેન્ટેનસમાં પણ બેદકારી જોવા મળી. તેના માટે એઆરએમને પણ કારણદર્શક નોટિસ જાહેર કરી તો મેંટેનસ કરવાર પ્રાઇવેટ એજંસીને બ્લેક લિસ્ટ કરવાની તૈયારી છે. હાલ એજન્સીને કારણ દર્શક નોટીસ જાહેર કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે