Local body election News

Final Result : તમામે તમામ જિલ્લા, તાલુકા અને નગરપાલિકાનું ફાઇનલ રિઝલ્ટ જાણો એક ક્લિક
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવી ચુક્યું છે. કુલ 31 જિલ્લા પંચાયતમાં તમામ જિલ્લા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. એક પણ પાલિકા કોંગ્રેસ જીતી શક્યું નહોતું. 231 તાલુકા પંચાયત પૈકી 198 ભાજપે કબ્જે કરી હતી, જ્યારે કોંગ્રેસ માત્ર 33 માં જ જીતી શક્યું હતું. 81 નગરપાલિકામાં  79 ભાજપના પક્ષે જ્યારે 2 કોંગ્રેસનાં ફાળે ગઇ હતી. જો કે કોંગ્રેસનો જે પ્રકારે રકાસ થયો છે તે ભુતોન ભવિષ્યતી છે. કોંગ્રેસનો ખુબ જ શરમજનક પરાજય થયો છે. તે ક્યાંય વિપક્ષ તરીકે પણ ઉભેલી દેખાતી નથી. લોકોએ ભાજપને ખોબલેને ધોબલે મત આપ્યા છે. એક પ્રકારે ભાજપે જાણે ક્લિન સ્વિપ કરી તેમ કહીએ તો પણ અતિશયોક્તિ ન કહી શકાય. જો કે દરેકે દરેક જિલ્લા અને બેઠક અનુસાર પરિણામ અહીં જોઇ શકશો.
Mar 2,2021, 21:04 PM IST

Trending news