20 ફેબ્રુઆરીએ રજૂ થશે ગુજરાતનું બજેટ, 19 તારીખથી શરૂ થશે વિધાનસભાનું બજેટ સત્ર
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત ફેબ્રુઆરી મહિનામાં થશે. રાજભવન દ્વારા જાહેર કરાયેલી અખબારી માહિતી પ્રમાણે 19 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે.
Trending Photos
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ બજેટ માટે વિધાનસભાનું સત્ર બોલાવવાનું આહ્વાન કર્યું છે. 19 ફેબ્રુઆરી બપોરે 12 કલાકથી વિધાનસભા સત્રની શરૂઆત થશે. જ્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ 20 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે.
20 ફેબ્રુઆરીએ રજૂ થશે ગુજરાતનું બજેટ
વિધાનસભામાં બજેટ સત્ર ખુબ મહત્વપૂર્ણ હોય છે. બજેટ સત્ર દરમિયાન નાણામંત્રી 20 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. બજેટ પર સમગ્ર રાજ્યની નજર રહેતી હોય છે. બજેટમાં સરકાર જનતાને રાહત મળે તે માટે કઈ-કઈ જાહેરાત કરે તે જાણવા માટે લોકો આતૂર હોય છે.
1 ફેબ્રુઆરીએ રજૂ થશે કેન્દ્રનું બજેટ
કેન્દ્ર સરકારનું બજેટ 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે