Gujarat News: સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે આવ્યા મોટા અપડેટ, જાણો ક્યારે થઈ શકે છે મતદાન 

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે હાલ એક મોટા સમાચાર આવી રહ્યા છે. ત્રણથી ચાર દિવસમાં જાહેર થઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. રાજ્ય ચૂંટણી આયોગ તૈયારીઓને આપી રહ્યું છે આખરી ઓપ. વધુ વિગતો માટે વાંચો અહેવાલ. 

Gujarat News: સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે આવ્યા મોટા અપડેટ, જાણો ક્યારે થઈ શકે છે મતદાન 

હિતલ પારેખ, ગાંધીનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મોટા સમાચાર આવ્યા છે. મળતી માહિતી મુજબ ત્રણથી ચાર દિવસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ શકે છે. હાલ રાજ્ય ચૂંટણી પંચ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યુ છે. 23 જાન્યુઆરી સુધીમાં મતદાન મથકોને આખરી ઓપ અપાશે. જ્યારે 27 જાન્યુઆરી સુધીમાં સંવેદનશીલ, અતિ સંવેદનશીલ મતદાન મથકોની યાદી તૈયાર કરવામાં આવશે. 

ક્યારે મતદાન?
મળતી માહિતી મુજબ ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થાય તેવી શક્યતા છે. બજેટ સત્ર શરૂ થાય તે પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા જોવામાં આવી રહી છે. એટલું જ નહીં, સૂત્રોએ એવું પણ જણાવ્યું છે કે ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી પણ સાથે જ યોજાશે. જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી પણ યોજાશે. આમ 73 નગરપાલિકાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ પણ જાહેર થશે.

— Zee 24 Kalak (@Zee24Kalak) January 20, 2025

રાજ્યમાં 73 નગરપાલિકાની ખાલી બેઠકો, તેમજ ખેડા જિલ્લા પંચાયતની અને જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી થઈ શકે છે. જૂનાગઢ તથા અન્ય મહાનગરોની ખાલી પડેલી બેઠકો માટે ફોટો મતદાર યાદી જાહેર થશે. તેમજ પ્રાથમિક મતદાર યાદી સામે રજૂ થતા દાવા બાદ સુધારા કરી આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news