3 વર્ષના સંવરને આખરે મળ્યો ન્યાય, 13 દિવસ બાદ પોલીસે CCTV ફૂટેજના આધારે કરી ધરપકડ
ઉમરા પોલીસ મથક (Police Station) ના પીઆઇ કિરણ મોદીએ જણાવ્યું હું કે સીટીલાઈટ વિસ્તારમાં આવેલી સૂર્યપ્રકાશ રેસિડન્સીના કેમ્પસમાં જ કારચાલકે અડફેટે લેતા સાડા ત્રણ વર્ષના બાળક સંવર જૈનનું મોત થયું હતું.
Trending Photos
તેજશ મોદી, સુરત: સુરત (Surat) ના સિટીલાઇટ વિસ્તારમાં ત્રણ વર્ષના બાળકનું કાર નીચે આવી જતાં થયેલા મોત પ્રકરણમાં આખરે પોલીસને 13 દિવસ બાદ સફળતાં મળી છે. જેમાં કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી (Student) ની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે અનેક દિવસ થયા હોવા છતાં પોલીસની ધીમી તપાસ અંગે ઝી 24 કલાકે અહેવાલ રજુ કર્યો હતો. જેને પગલે પોલીસે ઝડપી તપાસ કરી આખરે આરોપીની ધરપકડ કરી લીધી છે.
ઘટના અંગે ઉમરા પોલીસ મથક (Police Station) ના પીઆઇ કિરણ મોદીએ જણાવ્યું હું કે સીટીલાઈટ વિસ્તારમાં આવેલી સૂર્યપ્રકાશ રેસિડન્સીના કેમ્પસમાં જ કારચાલકે અડફેટે લેતા સાડા ત્રણ વર્ષના બાળક સંવર જૈનનું મોત થયું હતું. ઘટના બની ત્યારે ચાર થી પાંચ બાળકો રમી રહ્યા હતા. ત્યારે અચાનક એક સફેદ રંગની કાર કેમ્પસની A નંબરની બિડિંગ પાસેથી પસાર થતી વખતે કારે સંવરને ટક્કર મારી ફરાર થઇ ગઇ હતી.
ઘટનાની જાણ થતાં સંવર જૈનને માતા કારમાં નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ હતી. ઘટના અંગે પોલીસ ફરિયાદ થયા બાદ તપાસ તો શરુ કરવામાં આવી હતી, જોકે તપાસમાં પોલીસને કશું મહત્વની કડી મળી ન હતી, જેથી માતા-પિતા દ્વારા પોલીસ કમિશ્નરને રજુઆત કરવામાં આવી હતી. જેમાં સીપી દ્વારા ઉમરા પીઆઇને તાપસ સોંપવામાં આવી હતી. પોલીસે બાદમાં ઘટનાના સમયના ફુટેજ ચેક કર્યા હતા, જોકે કેટલાક કેમેરા બંધ હતાં. સાથે જ કેટલાકમાં જૂની તારીખો બતાવી હતી, જેથી તપાસ કરવું મુશ્કેલી ભર્યું બની ગયું હતું.
જોકે પોલીસે કેમ્પસ બહારના કેમેરા સાથે જ કેમ્પસ અંદરના કેમેરાની ઝીણવટ ભરી તપાસ આદરી હતી. ઘટના બની ત્યારબાદ બાળકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તે સમયથી રિવર્સ ટાઈમિંગ કરવામાં આવ્યું હતું, જેમાં સૂર્ય દર્શન રેસિડન્સીના સીસીટીવીમાં મેઇન ગેટ કવર થાય છે. જેમાં સાંજે 7.30 થી 8 વાગ્યાની વચ્ચે 5 થી 6 કારો અંદર આવતી દેખાય છે. જેમાં એક વ્હાઇટ કાર હતી. આ કાર પાછી એક મિનીટમાં એક્ઝિટ ગેટથી બહાર નીકળી ફૂટેજમાં દેખાય છે. જેના પરથી શંકા ગઈ હતી.
નિશાન કંપનીની માઇક્રા કાર હોવાનું સામે આવતા તેના ચાલકને શોધવામાં આવી હતી. પોલીસ આ કેસમાં જીલ વઘાસીયા નામના યુવકની પૂછપરછ કરવામાં આવી હતી. જોકે શરૂઆતમાં તે ઘટના બની હોવાનો ઇન્કાર કર્યો હતો. જોકે પુરાવાને આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. વધુ તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે જીલના કેટલાક મિત્રો સૂર્ય પ્રકાશ રેસીડેન્સીમાં રહે છે, તેથી તે ત્યાં આવતો હતો તે દિવસે પણ તે ત્યાં આવ્યો હતો. તેની કાર દરરોજ આવતી હોવાથી વોચમેને કેમ્પસમાં પ્રવેશ આપ્યો હતો. ઘટના બનતાં તે બહાર નીકળી ગયો હતો. આમ આખરે પોલીસે ત્રણ વર્ષના સંવરના મોત માટે જવાબદાર આરોપીને ઝડપી પાડ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે