Surat News: ઘરઆંગણે પણ બાળકીઓ સુરક્ષિત નહીં? નરાધમ 3 વર્ષની માસૂમને ઉઠાવી ગયો અને દુષ્કર્મ આચર્યું, CCTVમાં થયો કેદ

આ સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે? આજે નાનીકડી માસૂમ  બાળાઓ જે ઘરઆંગણે રમતી હોય તે પણ સુરક્ષિત નથી? સુરતના પલસાણા ખાતે એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે જાણીને ધ્રુજી જશો. 

Surat News: ઘરઆંગણે પણ બાળકીઓ સુરક્ષિત નહીં? નરાધમ 3 વર્ષની માસૂમને ઉઠાવી ગયો અને દુષ્કર્મ આચર્યું, CCTVમાં થયો કેદ

સંદીપ ભારતી વસાવા, સુરત: ખરેખર કળિયુગ જોવા મળી રહ્યો છે. સુરતમાં 3 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવતા ચકચાર મચી ગઈ છે. સુરતના પલસાણાના વરેલી ખાતે એક નરાધમે આ માસૂમ બાળક સાથે દુષ્કર્મ આચર્યું. આ નરાધમ બાળકીને લઈને જતો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો છે. છેલ્લે મળતી માહિતી મુજબ કડોદરા પોલીસે આ નરાધમને ઝડપી પાડ્યો છે. 

મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના પલસાણામાં એક શ્રમજીવી પરિવારની 3 વર્ષની બાળકી ઘરઆંગણે રમી રહી હતી.  ત્યારે આરોપી તેનો હાથ પકડીને પોતાનો બદ ઈરાદો પૂરો કરવા માટે તેડીને લઈને જતો રહ્યો. આરોપી બાળકીને લઈને જતો હતો ત્યારે વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ આરોપી બાળકી સાથે કેદ થઈ ગયો. આરોપી બાળકીને અડધો કિલોમીટર દૂર આવેલા પોતાના રૂમ ખાતે લઈ ગયો જ્યાં બાળકી પર દુષ્કર્મ કર્યું. થોડા સમય બાદ બાળકી રડતી રડતી ઘરે આવી અને પરિજનોને જાણ થતા જ જાણે આભ તૂટી પડ્યું. 

આ આરોપી બાળકીને ફોસલાવી તેના પર વ્હાલ વરસાવવાનું નાટક કરીને તેને પોતાની સાથે લઈને ગયો અને આ ગંદુ, જઘન્ય કૃત્ય આચર્યું. ત્યારે હવે માસૂમ ભૂલકાઓની સુરક્ષા જાણે એક મોટો પ્રશ્ન બની રહી છે. ઘર આંગણે પણ શું બાળકો સુરક્ષિત નહીં? બાળકીના ગુપ્તાંગમાંથી લોહી નીકળતું હતું. ત્યારબાદ પરિવારે તાબડતોબ કડ઼ોદરા જીઆઈડીસી પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાવી. કડોદરા પોલીસને સમગ્ર હકિકતની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો વરેલી પહોંચી ગયો હતો. આરોપી બાળકી સાથે સીસીટીવીમાં કેદ થયો હતો. જેના આધારે પોલીસે આરોપીને પકડ્યો હોવાની પણ જાણકારી મળી છે. 

ગુજરાતમાં વધી રહી છે આવી ઘટનાઓ?
અવાર નવાર આવા કિસ્સાઓ સામે આવતાની સાથે જ હવે એવા સવાલ ઊભા થઈ રહ્યા છે કે આખરે આ વાસના ભૂખ્યા વરુઓને પ્રતાપે શું હવે માસૂમ બાળાઓ ઘરને આંગણે પણ સુરક્ષિત નથી? હાલમાં જ ભરૂચમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં 10 વર્ષની માસૂમ  બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ કે બાળકી મોતના મુખમાં પહોંચી ગઈ. 

આ ઉપરાંત સુરતમાં જ એક આવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં ખટોદરા વિસ્તારમાં ચાર વર્ષની બાળકીને રોજ શાળાએ લેવા મૂકવા જતો રિક્ષાચાલક જ ભોગી નીકળ્યો અને બાળકીને અડપલા કરતો હતો. એટલું જ નહીં તેણે બાળકીને ઝાડીમાં લઈ જઈને તેના પર દુષ્કર્મ પણ આચર્યું હતું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news