50 વર્ષ બાદ શનિના નક્ષત્રમાં પ્રવેશ કરશે ગ્રહોના સેનાપતિ, 3 રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ થશે, બંપર લાભ સાથે ઈચ્છાપૂર્તિનો સમય!

વૈદિક જ્યોતિષ મુજબ 12 એપ્રિલ 2025ના રોજ મંગળ શનિના નક્ષત્રમાં પ્રવેશ કરશે અને કેટલીક રાશિના જાતકો માટે  ભાગ્ય પલટાઈ જાય તેવા પૂરેપૂરા યોગ છે. જાણો તે લકી રાશિઓ વિશે...

1/5
image

વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો એક નિશ્ચિત સમયગાળા પર રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરતા હોય છે. જેની અસર તમામ 12 રાશિઓ પર પડે છે. અત્રે જણાવવાનું કે મંગળ 12 એપ્રિલ 2025ના રોજ શનિના નક્ષત્રમાં પ્રવેશ કરશે. સવારે 6.32 મિનિટ પર મંગળ દ્વારા પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરવામાં આશે. જેની સાથે મંગળ-પુષ્યયોગનું નિર્માણ પણ થશે. આવામાં મંગળગ્રહના નક્ષત્ર પરિવર્તનથી કેટલીક રાશિઓનો ગોલ્ડન પીરિયડ શરૂ થઈ શકે છે. આ સાથેજ આ રાશિઓને કરિયર અને કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે. 

કન્યા રાશિ

2/5
image

કન્યા રાશિવાળા માટે મંગળ ગ્રહનું નક્ષત્ર પરિવર્તન લાભકારી નીવડી શકે છે. આ સમય દરમિયાન તમને સમયાંતરે આકસ્મિક ધનલાભ થઈ શકે છે. નોકરીમાં તકો મળશે. ધન વૃદ્ધિના યોગ છે. આત્મવિશ્વાસ વધશે. ધનની બચત કરવામાં પણ સફળ થશો. કરિયરમાં પ્રમોશનના યોગ છે. ઉચ્ચ અધિકારીઓનું સમર્થન મળશે અને નવી જવાબદારીઓ તમારી કરિયરને ઉંચાઈ પર લઈ જશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારું પ્રદર્શન કરશે. જીવનસાથી સાથે સંબંધ મજબૂત થશે. આ સમય દરમિયાન પરિણીત લોકોનું લગ્નજીવન શાનદાર રહેશે. 

મીન રાશિ

3/5
image

મંગળ ગ્રહનું નક્ષત્ર પરિવર્તન મીન રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. કાર્યક્ષેત્રે માન સન્માન અને પુષ્કળ ધનની પ્રાપ્તિ થઈ શકે છે. વ્યવસાયિકોને વિશેષ લાભ થશે અને ફાલતું ખર્ચા બંધ થશે. કામના ક્ષેત્રમાં નવી સંભાવનાઓ ખુલશે. નવા વાહનનો યોગ છે અને સંપત્તિમાં પણ વધારો થઈ શકે છે. જીવનમાં ભોગ વિલાસના સાધનો વધશે. લક્ઝરી વાહન કે અન્ય કોઈ વસ્તુ ખરીદી શકો છો. કામ સંબંધિત મુસાફરી કરી શકો છો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે. 

કર્ક રાશિ

4/5
image

કર્ક રાશિવાળા માટે મંગળ ગ્રહનો શનિના નક્ષત્રમાં પ્રવેશ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ સમય દરમિયાન તમારું માન સન્માન વધશે. પ્રેમ જીવન, લગ્ન જીવન સુખમય રહેશે. આર્થિક સ્થિતિ વધુ સારી થશે. બધુ મળીને જીવન શાનદાર રહેશે. વેપારીઓના અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વેપારીઓને નવા ઓર્ડર આવવાથી ધનલાભ થઈ શકે છે. મોટી વ્યવસાયિક ડીલ થઈ શકે છે. જેનાથી ભવિષ્યમાં લાભ થઈ શકે છે. 

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.