Gujarat News: ગુજરાતના એ મુખ્યમંત્રી...જેમનો યુદ્ધ દરમિયાન પાકિસ્તાને લીધો હતો ભોગ

Gujarat News: આ વાત છે 1965ની... જ્યારે પાકિસ્તાન સાથે યુદ્ધ છેડાયું હતું. ગુજરાતના આ તત્કાલિન મુખ્યમંત્રીના હેલિકોપ્ટરને પાકિસ્તાને નિશાન બનાવ્યું હતું અને તેમનો ભોગ લઈ લીધો.  તેમનું મોત ભારત-પાકિસ્તાન યુદ્ધના કારણે થયું. તેઓ દેશના એકમાત્ર સીએમ હતા જેમણે પાકિસ્તાન સાથેના યુદ્ધના કારણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. 

Gujarat News: ગુજરાતના એ મુખ્યમંત્રી...જેમનો યુદ્ધ દરમિયાન પાકિસ્તાને લીધો હતો ભોગ

Balwant Rai Mehta: આ વાત છે 1965ની... જ્યારે પાકિસ્તાન સાથે યુદ્ધ છેડાયું હતું. ગુજરાતના આ તત્કાલિન મુખ્યમંત્રીના હેલિકોપ્ટરને પાકિસ્તાને નિશાન બનાવ્યું હતું અને તેમનો ભોગ લઈ લીધો.  તેમનું મોત ભારત-પાકિસ્તાન યુદ્ધના કારણે થયું. તેઓ દેશના એકમાત્ર સીએમ હતા જેમણે પાકિસ્તાન સાથેના યુદ્ધના કારણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. 

ગુજરાતમાં હાલમાં જ વિધાનસભા ચૂંટણી યોજાઈ જેના પરિણામ પણ આવી ગયા. સતત 27 વર્ષથી શાસન કરી રહેલી ભારતીય જનતા પાર્ટીએ તમામ રેકોર્ડ તોડીને આ વખતે 156 બેઠકો મેળવી ઐતિહાસિક જીત નોંધાવી. જેની સામે કોંગ્રેસે અત્યાર સુધીની સૌથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો. માત્ર 17 બેઠકો કોંગ્રેસને ફાળે આવી. 5 બેઠક આમ આદમી પાર્ટીને ગઈ. જ્યારે અધર્સને ફાળે 4 બેઠક ગઈ. આજે ભૂપેન્દ્ર પટેલ ફરીથી સીએમ પદના શપથ લેશે. આજે અમે તમને ગુજરાતના એક એવા મુખ્યમંત્રીની પણ વાત કરીશું તેમનું મોત ભારત-પાકિસ્તાન યુદ્ધના કારણે થયું. તેઓ દેશના એકમાત્ર સીએમ હતા જેમણે પાકિસ્તાન સાથેના યુદ્ધના કારણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. 

કોણ હતા તે મુખ્યમંત્રી
ગુજરાતમાં પંચાયતી રાજના પિતામહ બળવંત રાય મહેતા રાજ્યના બીજા મુખ્યમંત્રી બન્યા હતા. વાત 1965માં પાકિસ્તાન સાથે યુદ્ધ છેડાયું ત્યારની છે. તત્કાલિન સીએમ બળવંતરાય મહેતાની 19 સપ્ટેમ્બર 1965ના રોજ અમદાવાદમાં એક રેલી હતી. તે સમયે તેઓ મીઠાપુરમાં રોકાયા હતા. અહીંથી તેઓએ પત્ની સરોજબેન, 3 આસિસ્ટન્ટ અને એક અખબારના રિપોર્ટર સાથે તેઓ હેલિકોપ્ટરમાં કચ્છની ખાડીના દક્ષિણમાં આવેલા એક નાના એરપોર્ટ પર પહોંચવાનું હતું. 

પાકિસ્તાને કર્યો હુમલો
તત્કાલિન સીએમ બળવંત રાયનું હેલિકોપ્ટર હવામાં હતું આ દરમિયાન પાકિસ્તાનને લાગ્યું કે ભારતનું કોઈ વિમાન પાકિસ્તાન પર હુમલો કરવા માટે આવી રહ્યું છે. આ બધા વચ્ચે કરાચીના મૌરીપુર એરબેસથી ફ્લાઈટ લેફ્ટેનન્ટ બુખારી અને ફ્લાઈંગ ઓફિસર કૈસ હુસૈન અલગ અલગ ફાઈટર વિમાનમાં સવાર થયા. આ દરમિયાન ફ્લાઈટ લેફ્ટેનન્ટ બુખારીના વિમાનમાં અચાનક કોઈ ખરાબી આવી ગઈ અને તેઓ પાછા ફર્યા. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

પાકિસ્તાને હેલિકોપ્ટરને બનાવ્યું નિશાન
બીજા વિમાનમાં સવાર થયેલા ફ્લાઈંગ ઓફિસર કૈસ હુસૈને તત્કાલિન ગુજરાત સીએમના હેલિકોપ્ટરનો પીછો કરવાનું શરૂ કરી દીધુ હતું. જ્યારે તેમને ખબર પડી કે આ સેના નહીં પરંતુ નાગરિક વિમાન છે તો તેની સુચના કંટ્રોલ રૂમને આપવામાં આવી. કંટ્રોલ રૂમે તેમને હેલિકોપ્ટર પર હુમલાનો આદેશ આપ્યો. હુસૈને હેલિકોપ્ટર પર હુમલો કર્યો. હુમલામાં હેલિકોપ્ટરમાં સવાર સીએમ સહિત તમામ લોકોના પણ મોત થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news