2019ની ચૂંટણી જાતિવાદ-તુષ્ટિકરણની રાજનીતિ કરનારાની અંતિમ વિદાયની ચૂંટણીઃ અમિત શાહ

પાકિસ્તાનને કડક ભાષામાં જવાબ આપતા અમિત શાહે જણાવ્યું કે, અમેરિકા અને ઈઝરાયેલ જ ઓળખાતા હતા, જેઓ પોતાના જવાનનો બદલો લેવા આવતા હતા, સર્જિકલ સ્ટ્રાઈક બાદ ભારતનું પણ નામ આવે છે
 

2019ની ચૂંટણી જાતિવાદ-તુષ્ટિકરણની રાજનીતિ કરનારાની અંતિમ વિદાયની ચૂંટણીઃ અમિત શાહ

નવી દિલ્હીઃ રાજધાનીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં ભાજપના દિલ્હી પ્રદેશ બૂથ સેમિનારને સંબોધિત કરતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે 2019ની લોકસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકી દીધું છે. ભાજપના અધ્યક્ષે પક્ષના કાર્યકર્તાઓને જણાવ્યું કે, 2019ની ચૂંટણી મોદીજીને વડા પ્રધાન બનાવવા અને ભાજપના વિજય સાથે જ વંશવાદ, જાતિવાદ અને તુષ્ટિકરણની રાજનીતિ કરનારાની અંતિમ વિદાયની ચૂંટણી છે. 

અમિત શાહે કોંગ્રેસ પર નિશાન તાકતા કહ્યું કે, 'કોંગ્રેસ પાર્ટી જવાબ આપે કે 1984થી અત્યાર સુધી શીખોના નરસંહાર કરનારાને સજા કેમ ન આપવામાં આવી? 1984ના રમખાણો કરનારાને કોંગ્રેસ પાર્ટીએ સંરક્ષણ આપ્યું હતું અને આજે એ સાબિત થઈ ગયું છે. 1984માં શીખોની કત્લેઆમનું કામ કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ જ કર્યું હતું.'

દિલ્હીની આમ આદમી પાર્ટી સરકાર પર નિશાન તાકતા અમિત શાહે જણાવ્યું કે, 'આજે દિલ્હીની સામાન્ય પ્રજા કંટાળેલી છે, પરંતુ પોતાને આમ આદમી કહેનારા લોકો Z+ સિક્યોરીટી લઈને ફરી રહ્યા છે. આજે પણ દિલ્હીના યુવાનો ફ્રી વાઈ-ફાઈ શોધવા માટે મોબાઈલ લઈને ફરી રહ્યા છે, પરંતુ ક્યાંય કનેક્ટિવિટી મળતી નથી.'

અમિત શાહે જણાવ્યું કે, કોંગ્રેસ અને આપ પાર્ટી એવી છે જે પોતાના જૂના વચન પૂરા કરતી નથી અને નવા વાયદા આપી દે છે. દિલ્હી હાઈકોર્ટે 15 દિવસના અંદર નેશનલ હેરાલ્ડને ખાલી કરવા જણાવ્યું છે, પરંતુ કોંગ્રેસ ખોટા આરોપો લગાવામાંથી બહાર આવતી નથી. દરેક વખત રાફેલ-રાફેલ કરકે છે, પરંતુ તેનો જવાબ મળી ગયો છે. 

પાકિસ્તાનને જવાબ આપતા અમિત શાહે જણાવ્યું કે, અમેરિકા અને ઈઝરાયેલ જ ઓળકાત હતા, જે પોતાના જવાનના મોતનો બદલો લેવા આવતા હતા. સર્જિકલ સ્ટ્રાઈક કરીને હવે ભારતનું પણ નામ લેવામાં આવે છે. 

ભારતમાં ઘુસણખોરો માટે કોઈ સ્થાન નથી. એક વખત નરેન્દ્રમ મોદી પીએમ બની જશે તો કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધી ઘુસણખોરોને દેશમાંથી હાંકી કાઢવાનું કામ કરશે. આ 26 જાન્યુઆરીના રોજ અમે દરેક ઘરમાં વિજળી પહોંચાડવાનો સંકલ્પ લીધો છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news