સેનાના ખૌફથી J&Kમાં થરથર કાંપી રહ્યા છે આતંકીઓ, જંગલોમાંથી ભાગવુ પડી રહ્યું છે
માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા આ વર્ષે અત્યાર સુધી 219 થઈ ગઈ છે. જે ગત પાંચ વર્ષનો આંકડો પાર કરાઈ ગયો છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં સૌથી વધુ આતંકવાદી લશ્કર-એ-તૌયબા અને જૈશના હતા. દક્ષિણી કાશ્મીરમાં સૌથી વધુ સંખ્યામાં આતંકી માર્યા ગયા છે. દક્ષિણ કાશ્મીરમાં અત્યાર સુધી 128 આતંકવાદીઓ માર્યા ગયા છે.
Trending Photos
શ્રીનગર : રવિવારે દક્ષિણી કાશ્મીરના શોપિયામાં 6 અને ખ્રેવમાં એક આતંકીના માર્યા ગયાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે આ સાથે જ માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા આ વર્ષે અત્યાર સુધી 219 થઈ ગઈ છે. જે ગત પાંચ વર્ષનો આંકડો પાર કરાઈ ગયો છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં સૌથી વધુ આતંકવાદી લશ્કર-એ-તૌયબા અને જૈશના હતા. દક્ષિણી કાશ્મીરમાં સૌથી વધુ સંખ્યામાં આતંકી માર્યા ગયા છે. દક્ષિણ કાશ્મીરમાં અત્યાર સુધી 128 આતંકવાદીઓ માર્યા ગયા છે.
એક પોલીસ ઓફિસરના જણાવ્યા અનુસાર, દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદને આ વર્ષે મોટા પાયે નુકશાન પહોંચાડાયું છે. આ જિલ્લાઓમાં લગભગ તમામ મોટા આતંકી કમાન્ડર માર્યા ગયા છે. શુક્રવારથી અત્યાર સુધી લશ્કર અને હિજબુલના 6 જિલ્લા કમાન્ડર માર્યા ગયા છે. તેમાંથી કેટલાક આતંકી એવા છે, જે બુરહાન વાણીના મોત બાદ સક્રિય થયા હતા અને દક્ષિણ કાશ્મીરમાં હાલ પોતાની પકડ બહુ જ મજબૂત બનાવી ચૂક્યા હતા.
- આ વર્ષે જો મોટા આતંકીઓની વાત કરીએ, તો માર્ચ 2018માં અબૂ માતેન અને અબૂ હમાસને મારવામાં આવ્યો છે.
- 1 એપ્રિલના રોજ શોપિયામાં સમીર અહેમદ ભાટ ઉર્ફે સમીર ટાઈગરનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.
- મે, જૂન અને જુલાઈમાં સદ્દામ પદ્દાર, અબુ કાસિમ અને અબુ માવિયા જેવા મોટા આતંકવાદી કમાન્ડર માર્યા ગયા હતા.
- ઓક્ટોબર મહિનામાં 27 આતંકવાદીઓને મારવામાં આવ્યા હતા, જેમાં મન્નાન વાની, મેહરાજુદ્દીન બંગરુ અને સબજર અહેમદ સોફી સામેલ હતો.
- નવેમ્બર મહિનામાં આઝાદા દાદા, અબ્બાસ ભટ્ટ, ઉમર મજીદ અને મુશ્તાક મીરને મારવામાં આર્મીને સફળતા મળી હતી.
આ આંકડા બતાવે છે કે, 51 આતંકવાદીઓને પકડી લેવામાં આવ્યા છે. જ્યારે કે પાંચ આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. સેનાના જણાવ્યા અનુસાર, કાશ્મીરના દક્ષિણ કાશ્મીરમાં હિજબુલ અને લશ્કર આતંકી સંગઠનની લિડરશીપ લગભગ નાબૂદ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક મહિનાઓછી આતંકી વિરોધી અભિયાયાનોમાં તેજી લાવવામાં આવી છે. આ બધુ જ સુરક્ષાદળોને કારણે શક્ય બન્યું છે. ગુપ્તચર વિભાગે પણ છેલ્લા કેટલાક મહિનાથી પોતાનું નેટવર્ક બહુ જ મજબૂત કર્યુ છે.
2 સેક્ટર બુજુરુ કાજીગુંડના બ્રિગેડિયર સચીન મલિકે જણાવ્યું કે, હિજબુલ અને લશ્કરની મેજોરિટી લીડરશિપ નાબૂદ થઈ ગઈ છે. તેથી તેને અમે મોટી સફળતા માનીએ છીએ. છેલ્લા કેટલાક મહિનાથી અમારુ અભિયાન તેજીથી આગળ વધી રહ્યુ છે, અમે મોટી સંખ્યામાં આતંકીઓ માર્યા ગયા છે. આ બધુ જ પરફેક્ટ માહિતી મળવાથી, સેના પોલીસ અને સીઆરપીએફના યોગ્ય તાળમેળને કારણે શક્ય બન્યું છે.
સુરક્ષાદળોના જણાવ્યા અનુસાર, આતંકીઓને મોટો ધક્કો લાગ્યો છે, અને એમ પણ જોવામાં આવી રહ્યું છે કે, ગત કેટલાક મહિનામાં નવા યુવાનોને આતંકી સંગઠનોમાં સામેલ કરવાનું કામ બહુ જ ઓછું થઈ ગયું છે. જેટલી સંખ્યામાં આતંકીઓને મારવામાં આવી રહ્યા છે, તેનાથી અડધી સંખ્યામાં પણ નવા આતંકી નથી બની રહ્યાં. સેનાના મુજબ, દક્ષિણી કાશ્મીરમાં 180 જેટલા આતંકીઓ હાલ પણ મોજૂદ છે, જેમાં 15 ટકા જેટલા વિદેશી આતંકી છે.
સુરક્ષાદળોનો પ્રયાસ છે કે, ઠંડીના મહિનમાં વધુમાં વધુ આતંક વિરોધી અભિયાન ચલાવવામાં આવે. જેથી આ મહિનામાં એક તરફ સરહદ પર ઘૂસણખોરી ઓછી થઈ છે, તો બીજી તરફ આતંકીઓ જંગલ છોડીને રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા છે. જ્યા તેમની વિરુદ્ધ અભિયાન સરળ અને સફળ બની રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે