Railway Recruitment 2025: ધોરણ 10 પાસ માટે રેલ્વેમાં નોકરી માટે તક, લેખિત પરીક્ષા વિના મળશે નોકરી, જાણી લો વિગતો
Railway Jobs: રેલ્વેમાં એપ્રેંટિસની ખાલી જગ્યા માટે બંપર ભરતી નીકળી છે. ભારતીય રેલ્વેમાં નોકરી કરવા ઈચ્છતા યુવાનો માટે આ ગોલ્ડન તક છે. જો તમે રેલ્વે વિભાગમાં નોકરી કરવા માંગો છો તો જાણી લો રેલ્વેમાં નોકરી માટે અરજી કેવી રીતે કરવાની છે.
Trending Photos
Railway Jobs: જો તમે નોકરી શોધી રહ્યા છો તો ભારતીય રેલવે વિભાગમાં નોકરી માટે તક છે. સેન્ટ્રલ રેલવે એ 4000થી વધુ પદ માટે ભરતીની અરજીઓ માંગી છે. જેમાં અલગ અલગ ટ્રેડસમાં એપ્રેન્ટીસની ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે આવેદન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. રેલવેમાં નોકરી માટે અરજી રેલવેની અધિકારિક વેબસાઈટ પર જઈને ઓનલાઈન કરવાની રહેશે. જો તમે પણ નોકરી શોધી રહ્યા છો તો ચાલો તમને આ અંગેની વિગતો જણાવીએ.
રેલવેમાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો 27 જાન્યુઆરી 2025 સુધી સેન્ટ્રલ રેલવેની એપ્રેન્ટીસ ભરતી માટે અરજી કરી શકે છે. જેમાં કુલ 4232 પદ માટે ભરતી કરવામાં આવશે. એર કન્ડિશનિંગ, કાર્પેન્ટર, ડીઝલ મેકેનિક, ઇલેક્ટ્રોનિક મેકેનિક, ઈલેક્ટ્રિશિયન, ફીટર, પેન્ટર, વેલ્ડર સહિતના પદનો આ ભરતીમાં સમાવેશ થાય છે
આ નોકરી માટે અરજી કરવાની હોય તો ઉમેદવારે ધોરણ 10 ઓછામાં ઓછા 50% સાથે પાસ કર્યું હોય તે જરૂરી છે. સાથે જ ઉમેદવાર પાસે ટ્રેડ સંબંધિત આઈટીઆઈ સર્ટિફિકેશન હોવું પણ જરૂરી છે.
ભરતી માટે વય મર્યાદા
આ નોકરી માટે આવેદન કરનાર વ્યક્તિની ઓછામાં ઓછી ઉંમર 15 વર્ષથી વધુમાં વધુ ઉંમર 24 વર્ષની હોવી જોઈએ. આરક્ષિત વર્ગ ઉમેદવારોને આયુ સીમામાં નિયમ અનુસાર છૂટ આપવામાં આવશે. વય મર્યાદાની ગણતરી 28 ડિસેમ્બર 2024 ના આધારે કરવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટે કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા નહીં થાય. ઉમેદવારોની પસંદગી મેરીટ લીસ્ટના આધારે કરવામાં આવશે. મેરીટ લીસ્ટ દસમા ધોરણના પરિણામ અને આઈટીઆઈમાં મળેલા અંકના આધારે તૈયાર કરવામાં આવશે. ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરીફીકેશન થશે અને છેલ્લે મેડીકલ ટેસ્ટ થશે.
કેટલું મળશે સ્ટાઈપેંડ ?
આ નોકરી માટે જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે તેમને દર મહિને 7700 થી લઈને 20200 સુધીનું સ્ટાઈપેંડ મળશે.
નોકરી માટે અરજી કરવાની પ્રક્રિયા
સૌથી પહેલા રેલવેની અધિકારિક વેબસાઈટ પર જવું અને ન્યુ રજીસ્ટ્રેશન પર ક્લિક કરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરવી. ત્યાર પછી અરજી માટેની ફી જમા કરવી અને એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવું. આ નોકરી માટે અરજી કરતી વખતે આધાર કાર્ડ, ધોરણ 10 ની માર્કશીટ, આઈટીઆઈનું સર્ટિફિકેટ અને એક પાસપોર્ટ સાઇઝ ફોટોની જરૂર પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે